અરજી કરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2024
સમગ્ર દેશમાં કુલ 44,228 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
ભારતીય ટપાલ વિભાગે સમગ્ર દેશમાં GDSની ભરતી બહાર પાડી છે. BPM, ABPM અને ડાક સેવક માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગ (Indian Post ) દ્વારા 44228 ગ્રામીણ ડાક સેવક જગ્યાઓ માટે Indian Portal થી ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ભારતીય પોસ્ટ વિભાગે સોમવાર 15 જુલાઈના રોજ ગ્રામ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. દેશમાં કુલ 44,228 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો તારીખ 8મી ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
ભારતીય પોસ્ટ વિભાગ 44,228માંથી ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને મદદનીશ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ ડાક સેવકની ભરતી કરવામાં આવશે. સૂચના અનુસાર, આ ભરતી આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ માટે છે.
લાયકાત
ભારતીય પોસ્ટમાં GDS પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારે ગણિત અને અંગ્રેજી સાથે ધોરણ 10મું પાસ કરેલ હોવુ જોઈએ. યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારો ગ્રામ ડાક સેવકની જગ્યા માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે, લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે.
અન્ય લાયકાત
અરજી કરનાર ઉમેદવારને સાયકલ ચલાવતા આવડવુ જરૂરી છે. અરજી કરવા માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10માં મેળવેલા ગુણના મેરિટના આધારે કરવામાં આવશે.
પગાર
પોસ્ટ ઓફિસ GDS અને ABPMની પોસ્ટ માટે પગાર ધોરણ 10,000થી લઈને 24, 470 રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે.
અરજી કરવાની રીત
સ્ટેપ 1- ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
સ્ટેપ 2- હોમ પેજ પર આપેલ “India Post Gramin Dak Sevak (GDS) Recruitment 2024” લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ફી ની ચુકવણી કરો.
સ્ટેપ 4- માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 5- બધી જરૂરી માહિતી ભર્યા પછી, “SUBMIT” પર ક્લિક કરો.
સ્ટેપ 6- અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો.
નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે www.cnngujarat.com ને તપાસતા રહો.