ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય

icc-trophy2025

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થશે
BCCI
ભારતની તમામ મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા ICCને કરશે અપીલ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થશે. ત્યારે ભારતીય ટીમ આ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ BCCI ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન નહીં મોકલે. BCCI ICCને ભારતની તમામ મેચ પાકિસ્તાનને બદલે દુબઈ અથવા શ્રીલંકામાં યોજવા અંગે માંગ કરશે. જો કે BCCIએ હજુ સુધી આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

https://x.com/ANI/status/1811265019205636321

આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)નાં શેડ્યૂલ કેલેન્ડર મુજબ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી મેચ રમાશે, જેમાં 10 માર્ચ ફાઈનલ માટે રિઝર્વ-ડે છે. PCBએ 15 મેચનો ડ્રાફ્ટ ICCને સોંપ્યો છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 8 ટીમોના બોર્ડની સંમતિ લીધા પછી જ ICC આ શેડ્યૂલને મંજૂરી આપશે. આઈસીસી હવે પોતાના પ્રમાણે શેડ્યૂલ જાહેર કરશે. પાકિસ્તાને તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સુરક્ષાના કારણોસર ભારતની તમામ મેચ લાહોરમાં રાખી છે.

લાહોરમાં 1 માર્ચે પાકિસ્તાન તેના સૌથી મોટા હરીફ ભારતનો સામનો કરી શકે છે. જોકે, BCCIએ હજુ સુધી આ મેચ માટે પોતાની સંમતિ આપી નથી. ICC બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી. બીસીસીઆઈના એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય. ભારત ICCને તેની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં આયોજિત કરવા કહેશે.

PCBએ 15 મેચની ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. સાત મેચ લાહોરમાં, ત્રણ કરાચીમાં અને પાંચ રાવલપિંડીમાં યોજાશે. શરૂઆતની મેચ કરાચીમાં યોજાશે, જ્યારે બે સેમિફાઈનલની મેચ કરાચી અને રાવલપિંડીમાં થશે. આ સિવાય ફાઈનલ મેચ લાહોરમાં રમાશે, જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ લાહોરમાં રમાશે.”

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ ગ્રુપ-એમાં છે અને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન ગ્રુપ-બીમાં છે. સુરક્ષા ટીમે સ્થળ અને અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યા બાદ તાજેતરમાં જ ICC ઇવેન્ટ્સ ચીફ ક્રિસ ટેટલીએ PCB અધ્યક્ષ મોહસિન નકવીને ઈસ્લામાબાદમાં મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે, આ પહેલા ગત વર્ષે પાકિસ્તાનમાં રમાયેલી એશિયા કપ સિરીઝમાં પણ ભારતીય ટીમે પાકિસ્તાન ન જવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભારતની તમામ મેચો શ્રીલંકામાં રમાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી.