અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના CBI રિમાન્ડ પર, 29 જૂને કોર્ટમાં રજૂ કરાશે, ED બાદ હવે સીબીઆઇનો સકંજો

Arvind-Kejriwal-arrested-by-CBI

ED બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર CBIએ સકંજો કસ્યો છે.

લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ ધરપકડ કરી છે. સીબીઆઇએ કેજરીવાલની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ રાઉઝ એવેન્યૂ કોર્ટે 3 દિવસના જ રિમાન્ડ મંજૂર થયા છે. અરવિંદ કેજરીવાલને 29 જૂન સાંજે 7 વાગ્યા પહેલા કોર્ટમાં રજૂ કરવાના રહેશે. કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે.

https://x.com/AHindinews/status/1805978147000848511

કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે ‘મીડિયામાં સીબીઆઇના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળી દીધો છે, પરંતું મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી કે સિસોદિયા દોષી છે કે કોઈ બીજું દોષી છે. કેજરીવાલે કહ્યું કે મીડિયામાં જે પણ ચાલી રહ્યુ છે તે સાચુ નથી. મે એવુ કોઇ નિવેદન આપ્યુ નથી કે મનીષ સિસોદિયા દોષી છે. મે કહ્યું હતું કે તે નિર્દોષ છે અને હું પણ નિર્દોષ છું, આમ આદમી પાર્ટી નિર્દોષ છે.

કેજરીવાલે CBI પર મામલાને સનસનીખેજ બનાવવાનો લગાવ્યો આરોપ
કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે ‘સીબીઆઇ આ મુદ્દાને સનસનીખેજ બનાવી રહી છે, આ વાતની સ્પષ્ટતા કરવામાં આવે. સીબીઆઈનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત આ મામલાને સનસનીખેજ બનાવવાનો છે.’ CBIની પૂરી યોજના મીડિયા સામે અમને બદનામ કરવાની છે. પ્લીઝ રેકોર્ડ કરો અને આ બધી વાતો CBI સૂત્રોના માધ્યમથી મીડિયામાં ચલાવવામાં આવે છે.’

https://x.com/AHindinews/status/1805977541599166831

અન્ય આરોપીઓની સાથે સામસામે થશે પૂછપરછ
કોર્ટમાં સીબીઆઇના વકીલે કહ્યું હતું કે ‘અમે તથ્યોના આધાર પર ચર્ચા કરી હતી અને કોઇપણ એજન્સીના સૂત્રોએ કંઇ પણ કહ્યું ન હતું. કેજરીવાલની કસ્ટડીની માંગ કરતી અરજીમાં સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સમગ્ર મામલામાં મોટા કાવતરાને શોધી કાઢવા માટે તેમની સાથે પૂછપરછ કરવી જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને કેસમાં આરોપીને અન્ય લોકોની સમક્ષ રજૂ કરવા જોઈએ.’

આ પહેલા કોર્ટે સીબીઆઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરવાની પરવાનગી આપી હતી. સ્પેશિયલ જજ અમિતાભ રાવતના આદેશ બાદ CBIએ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કોર્ટને કેજરીવાલની ધરપકડ કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી.

https://x.com/AHindinews/status/1805957583439802377

CBIએ કોર્ટમાં શું કહ્યું?
CBIએ કહ્યું કે, અમે તેમની અટકાયતમાં પૂછપરછ કરવાની જરુર છે. તેઓ એ પણ નથી ઓળખી શકતા સહ આરોપી વિજય નાયર તેમના અધીન કામ કરી રહ્યો હતો. તેમનું કહેવું છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજના અધીન કામ કરતા હતા. તેઓ તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખી રહ્યાં છે. તેમને સામસામે બેસાડીને પૂછપરછ થવી જોઈએ. તેમણે દસ્તાવેજ દેખાડવાની જરુર છે.

સીબીઆઈની ધરપકડ બાદ સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પાછી ખેંચી લીધી હતી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કેજરીવાલને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા ઈચ્છે છે. સિંઘવીએ બેન્ચને કહ્યું કે ઘટનાક્રમ દરરોજ નવા આકાર લઈ રહ્યો છે અને હવે કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.