13 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ, વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ
શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ
સ્કૂલોમાં અત્યારે ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. પ્રચંડ ગરમી પણ પડી રહી છે ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપે રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં લઈને સ્કૂલોમાં વેકેશન લંબાવવા માટે માંગ કરી હતી. સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવા માંગણી કરી હતી.
ગરમીને કારણે ઉનાળુ વેકેશનને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. હવે સત્તાવાળાઓએ સ્પષ્ટતા કરી છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થશે. ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા . વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ. શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ. જો કે શાળાઓ ફરીથી રાબેતા મુજબ ચાલુ થઇ જશે. આ નિવેદન પછી, રાજ્યભરના તમામ સ્કૂલો 13મી જૂનથી જ શરુ થશે.
વેકેશન લંબાવવા પાછળ મુખ્ય કારણ એ હતુ કે, આ વખતે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી, જો કે હવે ગરમીથી રાહત મળી હોવાથી શિક્ષણ સત્ર ફરીથી શરૂ થઇ રહ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10મી જૂન આસપાસ ચોમાસું બેસી જવાનું આગાહી કરી છે, જેથી બાળકોને ગરમીથી રાહત મળવાની સંભાવના છે.