રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 24 લોકોનાં મોત, મૃતદેહ બળીને ભડથુ થઈ ગયા, DNA ટેસ્ટ કરી ઓળખ કરવામાં આવશે

trp-mall-fire1

પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો

રાજકોટ શહેરનાં કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. આગમાં મોત થયેલ લોકોનાં મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમને ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે. હવે DNA ટેસ્ટ કરી ઓળખ કરવામાં આવશે.

https://x.com/ANI/status/1794352388171854009

ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા.

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીગઈ હતી અને ફાયરબ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ દરમ્યાન અનેક લોકોને ઘટનાસ્થળેથી બચાવી પણ લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’

https://x.com/ANI/status/1794353462974742646

ફાયર ઓફિસર ખેરે કહયું હતું કે, “આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો.

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીં આવે.’

આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘X’પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.’