આગળના ત્રણ તબક્કામાં ચૂંટણી પુર્ણ થયા બાદ આજે ચોથા તબક્કાનું મતદાન 3 વાગ્યા સુધી 52.60 ટકા મતદાન થયું, પશ્રિમ બંગળમાં સૌથી વધુ 66.05 ટકા મતદાન
દેશની લોકશાહિના ઉજવણીના પર્વમાં આજે લોકસભાની ચૂંટણીનાં ચોથા તબક્કામાં સવારે 7 વાગ્યાથી દેશના 10 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચોથા તબક્કામાં પાંચ કેન્દ્રિય પ્રધાનો તેમજ બે પૂર્વ ક્રિકેટરો સહિત 1717 ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. જેમાં પુરુષ ઉમેદવારો 1540 અને મહિલા 170 છે, લોકસભાની 96 બેઠકો પર 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. ચોથા તબક્કાની 96 બેઠકો પર આજે મતદાન પૂર્ણ થયા બાદ, એકથી ચાર તબક્કાની કુલ 380 સીટો પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકી રહેલા ત્રણ તબક્કામાં પાંચ, છ, સાતમાં 163 બેઠકો પર મતદાન યોજાશે જમાં છેલ્લા અને સાતમાં તબક્કામાં પીએમ મોદી સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે.
લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં મતદાન પુર્ણ, કુલ 283 બેઠકો પર લોકસભાની 102 બેઠકો માટે પહેલા તબક્કાનું 19 એપ્રિલનીએ, બીજા તબક્કાની 88 બેઠકો માટે 26 એપ્રિલએ જ્યારે ત્રીજા તબક્કાની 93 બેઠકો પર 7 મેએ મતદાન થયું હતું.
આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. આંધ્રપ્રદેશની 25 બેઠકો પર, ઉત્તર પ્રદેશની 13, તેલંગણાની 17, મહારાષ્ટ્રની 11, પશ્ચિમ બંગાળની અને મધ્યપ્રદેશની 8 બેઠકો પર, બિહારની 5, ઓડિસા અને ઝારખંડની 4, તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક સાથે આ તમામ ચોથા તબક્કાની બેઠકો પર 3 વાગ્યા સુધી 52.60 ટકા મતદાન થયુ છે.
કયા રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધી કેટલા ટકા મતદાન?
રાજ્ય | 9 વાગ્યા સુઘી મતદાન | 11 વાગ્યા સુઘી મતદાન | 1 વાગ્યા સુઘી મતદાન | 3 વાગ્યા સુઘી મતદાન |
આંધ્રપ્રદેશ | 9.05 | 23.10 | 40.26 | 55.49 |
બિહાર | 10.18 | 22.54 | 34.44 | 45.23 |
જમ્મુ-કાશ્મીર | 5.07 | 14.94 | 26.57 | 29.93 |
ઝારખંડ | 11.78 | 27.40 | 43.80 | 56.42 |
મધ્યપ્રદેશ | 14.97 | 32.38 | 48.52 | 59.63 |
મહારાષ્ટ્ર | 6.45 | 17.51 | 30.85 | 45.35 |
ઓડિશા | 9.23 | 23.28 | 39.68 | 52.91 |
તેલંગાણા | 9.51 | 24.31 | 40.38 | 52.34 |
ઉત્તરપ્રદેશ | 11.67 | 27.12 | 39.68 | 48.41 |
પશ્ચિમ બંગાળ | 15.24 | 32.78 | 51.87 | 66.05 |
- બપોરે 1 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન 51.87 ટકા
- આંધ્ર પ્રદેશમાં તેની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 40.26% મતદાન નોંધાયું છે.
- ઓડિશામાં તેની રાજ્ય વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 39.30% મતદાન નોંધાયું છે.
- હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રયે હૈદરાબાદના રામનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
- તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ કોડંગલમાં મતદાન કર્યું, કહ્યું, મત આપવી એ અમારી જવાબદારી છે.
- શ્રીનગર મતવિસ્તારમાં વરરાજા મતદાન મથક પર પોતાનો મત આપ્યો, તે કહે છે, આજે મેં અમારા ઉમેદવારને પસંદ કરવા માટે મારા મતના અધિકારનો ઉપયોગ કર્યો જે રોજગાર, વિકાસને લગતી નીતિઓ બનાવશે.
- ભાજપની માધવી લતાનો કોર્ટમાં વિવાદ, મુસ્લિમ મહિલાઓને મતદાન બૂથની અંદર ઓળખ સાબિત કરવા કહ્યું
- મધ્યપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ લોકસભાના ચોથા તબક્કા માટે ઈન્દોરના મતદાન મથક પર મતદાન કર્યો
- મધ્યપ્રદેશના પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ઈન્દોરમાં મતદાન કેન્દ્ર પોતાનો મત આપ્યો
BRS પ્રમુખ
તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમેત્રી કે. ચંદ્રશેખર રાવે પોતાનો મત આપ્યો. BRS પ્રમુખ રાવે કહ્યું કે, વદારેમાં વધારે 65-70 ટકા મતદાન થવું જોઈએ.
RJD નેતા મનોજ ઝા
રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા મનોજ ઝાએ કહ્યું, PM મોદી ‘અબ કી બાર 400ને પારનો’ નારો બોલતા શાંત થઈ ગયા છે. વડાપ્રધાનની સભામાં જેટલી ભીડની ચર્ચા થઈ રહી છે તે સંખ્યા બિહારમાં JCB ખોદકામ જોવા આવનાર લોકોની સંખ્યા જેટલી છે. જો વડાપ્રધાનને બિહારના રસ્તાઓ પર આવવું પડે, તો આપણમાં સૌથી મોટો ઓપિનિયન પોલ છે કે પીએમ મોદી, તમે બિહારમાં હારી રહ્યા છો.
ભાજપા નેતા પંકજા મુંડે
ભાજપા નેતા અને બીડ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર પંકજા મુંડેએ કહ્યું કે, ‘આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ઘણા લોકોનું ભાવિ મતપેટીમાં બંધ થવા જઈ રહ્યું છે. લોકોને મારી અપીલ છે કે બને તેટલો વધુ મતદાન કરો. તમારા ઘરની બહાર આવો, થોડું સહન કરો પણ ચોક્કસ મતદાન કરો.
AIMIM અસદુદ્દીન ઓવૈસી
હૈદરાબાદના એઆઈએમઆઈએમના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘દરેક ચૂંટણી પાંચ વર્ષ પહેલા જેવી હતી તેવી ન હોઈ શકે. આ વખતે પડકારો જુદા છે, મુદ્દાઓ અલગ છે. આપણા દેશની આ બહુ મહત્વની, ઐતિહાસિક સંસદીય ચૂંટણી છે. લોકોને ખબર છે કે તેઓ દેશ માટે શું ઇચ્છે છે. ચૂંટણી હંમેશા ગંભીરતાથી લેવી જોઈએ. સંસદની ચૂંટણી હોય કે પંચાયતની ચૂંટણી, આપણે હંમેશા આપણા વિરોધીને ગંભીરતાથી લેવું જોઈએ.
કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર
ઉત્તર પૂર્વ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર બેગુસરાય, બિહારથી પોતાનો મત આપ્યા પછી કહે છે, “અમારા મતના અધિકારનો ઉપયોગ કરવો એ અમારી નૈતિક જવાબદારી છે. હવે દિલ્હી દૂર નથી અને હું છેલ્લા 22 વર્ષોથી મારા ઘરથી દૂર છું. પરંતુ હું દર વર્ષે મારા મત આપવાના અધિકારનો ઉપયોગ કરું છું”.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને બેગુસરાયથી ભાજપના લોકસભા ઉમેદવાર પર કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યું, “ગિરિરાજ સિંહે બેગુસરાયના મતદારોનો અનાદર કર્યો, તેમને રાષ્ટ્ર વિરોધી કહ્યા, આ તેમની જૂની આદત છે
ભારતીય બેડમિન્ટન જ્વાલા ગુટ્ટા
ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા કહે છે, મત આપવો આપણો અધિકાર છે. લોકોએ આવીને મતદાન કરવું જોઈએ. આ સત્તામાં રહેલા લોકોને પણ એક સંદેશ છે કે અમે તમને સત્તામાં લાવી શકીએ છીએ અને જો તમે નથી કરતા. દેશ અને સમાજ માટે યોગ્ય બાબત, તો અમે તમને નીચે પણ લાવી શકીએ છીએ.
દરેક મતદાન મથકએ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચોથા તબક્કાની કન્નોજની પ્રતિષ્ટાભરી બેઠક પર સમાજવાદી પાર્ટી (સપા)નાં પ્રમુખ અખિલેશ યાદવ અને ભાજપના સાંસદ સુબ્રાત પાઠક રસાકસીભર્યો જંગ ખેલાશે. લખનઉમાં અજય મિશ્રા ટેની ચૂંટણી લડી રહ્યા છે.
બિહારના ડેપ્યુટી સીએમ
બિહારના ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હા કહે છે કે હું કહેવા માંગુ છું કે લખીસરાયમાં અમારા ઉમેદવાર 50,000 થી વધુ મતોના માર્જિનથી જીત્યા છે. આ વખતે ‘રાષ્ટ્રવાદ’, ‘પરિવારવાદ’ પર જીતવા જઈ રહ્યું છે. આ ચૂંટણી એ લોકોને હટાવવાની ચૂંટણી છે. લોકો ભ્રષ્ટાચારીઓને અને ગુનેગારોને રક્ષણ આપે છે.
આ રાજ્યોમા મતદાન પૂર્ણ થઈ ગયું?
ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, કેરલા, મેઘાલય, તમિલનાડું, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, ઉત્તરાખંડ. આંદામાન નિકોબાર, પુન્ડ્ડી ચોરી, સિક્કીમ, લક્ષદ્વીપ, ગોવા, અસામ, દાદરા નગર હવેલી, તેમજ દમણ અને દિવમાં ચૂંટણીઓ પુરી થઈ ગઈ છે.