Gujarat Budget 2024-25: 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ નાણાં મંત્રી કનું દેસાઈએ રજૂ કર્યું, 7 સીટીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે

nanamantri kanu desai

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ, 2047નો રોડમેપ નક્કી કર્યો, ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આજે નાણામંત્રી કનુ દેસાઈએ વિકસીત ગુજરાત બજેટ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. જે 3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું છે.

નવી બસો ખરીદી માટે 768 કરોડ
ઈ-વ્હિકલ સબસીડી આપવા 218 કરોડ, બસ સ્ટેશનના આધુનિકરણ માટે 118 કરોડ, જળસંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડ, ચેકડેમ, તળાવો ઉંડા કરવા 236 કરોડ તથા રાજકોટ જિલ્લાના વિંછીયા, ધરઈ જળાશયને જોડવા 160 કરોડની જોગવાઈ કરાઈ.

દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ
ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ. અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ ફાળવાયા છે. એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે. યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ. 

અન્ન, નાગરિક પુરવઠા 2711 કરોડની જોગવાઇ

  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના 72 લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.
  • નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે 675 કરોડની જોગવાઇ. 
  • NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા 500 કરોડની જોગવાઇ. 
  • સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે 51 કરોડની જોગવાઇ.
  • NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની જોગવાઇ.
  • શ્રીઅન્નના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત 300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા 37 કરોડની જોગવાઇ.
  • નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે 25 કરોડની જોગવાઇ.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે જોગવાઈ કરી
બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની સાથે જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ કરાઈ છે. 

પંચાયત, ગ્રામીણ વિકાસ માટે જોગવાઈ 
નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરી છે. પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત કરી હતી.

સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવામા આવશે
સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે અને તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

7 સીટી બનશે મહાનગરપાલિકા
નાણાં મંત્રી કનું દેસાઈએ ગુજરાતના આ બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ 8 નગરપાલિકા સીટીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે
આ છે આઠ સીટી જે મહાનગરપાલિકામાં ફેરવામાં આવશેજેમાં 1. નવસારી, 2. ગાંધીધામ, 3. મોરબી, 4. વાપી, 5. આણંદ, 6. મહેસાણા, 7. સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે. 
સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત રહેશે. ભવિષ્યમાં 15 મહાનગરપાલિકા થશે

  • મહત્ત્વની જાહેરાતો નાણામંત્રીની
  • 7 સીટીને નગરપાલિકાઓ માંથી મહાનગરપાલિકાઓમાં દરજ્જો આપશે
  • 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે
  • 3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા
  • શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગૂ થશે
  • ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે
  • ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે

નમો સરસ્વતી યોજનાની જાહેરાત
નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે.
વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
નાણં મંત્રી કનું દેસાઈએ: ગુજરાત વિધાનસભામાં 3,32,465 કરોડનું આ વર્ષનું બજેટ રજૂ કરી દેવાયું છે.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત
ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. તેના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. 
જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે. ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે. આમ રાજ્યના 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

મહિલાઓની મહત્વની ભૂમિકાઃ નાણામંત્રી
વડાપ્રધાને નારીશક્તિ અધિનિયમ લાવીને વિધાનમંડળમાં 33 ટકા મહિલા અનામત લાવીને ઐતિહાસિક નિર્ણય લીધેલ છે. દરેક તમામ ક્ષેત્રમાં મહિલાોની ભાગીદારી વધી છે. આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે.

નાણાં મત્રીએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું
નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં વિકસીત ગુજરાત બજેટ 2024-25 રજૂ કરી દીધું છે. તેઓ બજેટ સ્પીચ આપી રહ્યા છે. નાણામંત્રીએ રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઓળખ બની ગઇ છે. આપણે ગુણવંતુ ગુજરાત, ગરવુ ગુજરાત બનાવવાની નેમ છે.

બજેટ રજૂકરતા પહેલા નાણામંત્રી શું બોલ્યા
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસીત ગુજરાત 2047નો રોડ મેપ PM મોદીની વિકસીત ઈન્ડિયા 2047 સંકલ્પના હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. તે રોડમેપ મુજબ અમે આ બજેટ તૈયાર કર્યું છે. આ બજેટમાં ગરીબો, મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.” સશક્તિકરણ, ખેડૂતો અને યુવાનો. આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે.

કોંગ્રેસે સિલિન્ડરના ભાવ મુદ્દે વિરોધ
વિધાનસભાની બહાર કોંગ્રેસ નેતાઓ વિરોધ માટે વિધાનસભાની બહાર પહોંચ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે.

ગેનીબેન શું બોલ્યા બજેટ પહેલા
ગેનીબેને કહ્યું કે, ‘રાજ્ય સરકારનું બજેટ 450 રૂપિયે સિલિન્ડર માંગે છે. રાજસ્થાનમાં 450 રૂપિયા હોય તો ગુજરાતમાં કેમ નહીં.
ગુજરાત સરકારનું બજેટ 2024-25 થોડીવારમાં રજૂ કરાશે. નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. તેઓ ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કરશે.
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા માટે તેમના નિવાસસ્થાનેથી નીકળી રહ્યા છે.
ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી પૂર્વે આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે. 

પેપરલેસ બજેટ
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. નાણામંત્રી પેપરલેસ બજેટ રજૂ કરવાના છે એટલે કે તેઓ ટેબલેટની મદદથી આ બજેટ રજૂ કરવાના છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં કેટલીક જાહેરાતો થાય તેવી શક્યતા છે.
સૌથી મોટું બજેટ હોવાની શક્યતા છે. 2024-25 માટે આ વખતે બજેટનું કદ 3.30 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતા છે.

સૌથી વધુ બજેટ કયા નાણામંત્રીએ રજૂ કર્યું?
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ પૂર્વ નાણામંત્રી વજુભાઈવાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું છે. તે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે 1998થી 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું હતું.

મંત્રી રુષિકેશ પટેલ શું કહ્યું?
ગુજરાતના મંત્રી રુષિકેશ પટેલ કહે છે, “મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ આગામી 25 વર્ષની પ્રાથમિકતાઓ સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે… આગામી સમય માટેનો પાયો આ બજેટમાં 25 વર્ષ મૂકવામાં આવશે.