ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત કાવતરુ હોવાનો ચોંકાવનારો ખુલાસો, જાણો કોની સામે ફરિયાદ નોંધાઈ

kheralu

ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાના બનાવમાં 32 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ, જાણો કોની સામે ફરિયાદ નોંધાઈ

અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગુજરાતનાં ખેરાલુમાં પણ ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમ્યાન શોભાયાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનાં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ધાબા પરથી કેટલાક લોકો યાત્રા પર પથ્થરમારો કરી રહ્યા છે જેમાં ધાબા રહેલી અમુક મહિલાઓ પણ યાત્રા પર પથ્થરમારો કરતી નજરે પડે છે.

શોભાયાત્રા પર થયેલ પથ્થરમારા મુદ્દે ખેરાલુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ 32 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી શોભાયાત્રામાં પથ્થરમારો કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સમગ્ર ઘટનામાં ખેરાલુ PSI જે.કે.ગઢવી ફરિયાદી બન્યા છે. તેમજ ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે. ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૩૨, ૩૨૩, ૩૩૭, ૫૦૬(૨), ૧૨૦.બી. ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

ખેરાલુ પોલીસ દ્વારા પથ્થરમારાને લઈ 32 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમનાં નામ નીચે મુજબ છે.
બહેલીમ વજીરમીયા ઉર્ફે સીરાજ સાદકઅલી (૨) બહેલીમ બાહીલખાન જેબાજખાન (૩) બહેલીમ સદ્દામખાન મોતીખાન (૪) બહેલીમ મહમદસોહીલ ઇમામખાન (૫) બહેલીમ મોશીનખાન અલ્ફુદીન (૬) બહેલીમ વશીમઅકરમ ફકીરહમહમદ (૭) બહેલીમ મહમદહુસેન સાદકઅલી (૮) બહેલીમ મહમદબીલાલ જાકીરહુસેન (૯) બહેલીમ અબ્દુલરજાક આઇસમહમદ (૧૦) બહેલીમ નાજીમખાન બડેખાન (૧૧) બહેલીમ તારીફખાન અલ્ફુદીન (૧૨) બહેલીમ મહમદહુસેન કરીમભાઇ (૧૩) બહેલીમ રહેતુલ્લાખાન મહમદસદીક (૧૪) બહેલીમ નજીરમહમદ અર્ષદખાન (૧૫) બહેલીમ શાહરૂખખાન જહાગીરખાન (૧૬) પઠાણ નીયાજખાન ઉર્ફે ચીનીયો હયાતખાન (૧૭) પઠાણ જહીરખાન હયાતખાન (૧૮) બહેલીમ મોહસીનખાન ઇમામખાન (૧૯) બહેલીમ હમીદખાન ઇમામખાન (૨૦) ઇદાયતખાન રબ્બાનીખાન બહેલીમ (૨૧) બહેલીમ મહમદહુસેન સાદીકઅલી (૨૨) બહેલીમ માસુમખાન ગોવામીયા (૨૩) ટીનીબીબી ડો/ઓફ ગોવામીયા બહેલીમ (૨૪) બહેલીમ શાહુબીબી ડો/ઓ વડીલખાન (૨૫) શાહરૂખખાન સાહેબખાન બહેલીમ (૨૬) રશીદ સીન્ધી (૨૭) અબ્દુલ બહેલીમ (૨૮) કામીલ બહેલીમ (૨૯) યાસીનખાન કરતુલખાન બહેલીમ (૩૦) આબીદખાન ઈદુમીયા બહેલીમ (૩૧) સીરાજ મીસરીખાન બહેલીમ (૩૨) સલમાન બહેલીમ રહે. તમામ ખેરાલુ, બહેલીમવાસ તા.ખેરાલુ જી.મહેસાણાના રેહવાસી છે.

ઘટનાની સમગ્ર વિગત એવી છે કે અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનાં મહેસાણાનાં ખેરાલુમાં રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ ગઈ હતી. શોભાયાત્રા શહેરના સંવેદનશીલ એવા હાટડીયા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં બે મહિલાઓ સહિત 8 થી વધુ શખ્સો મકાનની છત પરથી પથ્થર મારો કરતા વીડિયોમાં કેદ થયા હતા. પથ્થરમારાને કારણે યાત્રામાં સામેલ કેટલાક રામ ભક્તો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ખેરાલુ સહિત જિલ્લા પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પથ્થરમારો કરી કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા શખ્સોને ઝડપી પાડવા કોમ્બિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના બાદ સમગ્ર ખેરાલુમાં હાલમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.