ફિલ્મ ‘હનુમાન’નું શાનદાર ટ્રેલર રિલીઝ, 12 જાન્યુઆરીએ રિલીઝ થશે ફિલ્મ

Hanuman

ઈન્ડિયન સુપરહીરોના અવતારમાં ધમાલ મચાવવા તૈયાર તેજા સજ્જા, મકર સંક્રાંતિના અવસર પર રિલીઝ થશે ફિલ્મ

તેજા સજ્જા સ્ટારર ફિલ્મ હનુમાનના ટ્રેલરની આતુરતા પૂર્ણ થઈ ગઈ છે. આજે મેકર્સે તેલૂગૂ ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ટ્રેલરની રાહ જોવામાં આવી રહી હતી. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદથી ફેન્સ આ ફિલ્મને એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આ ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

પ્રશાંત વર્મા નિર્દેશિત ફિલ્મ ‘હનુમાન’ વર્ષ 2024માં મકર સંક્રાંતિના અવસરે 12 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ભગવાન હનુમાનની શક્તિઓની સાથે એક નવા ભારતીય સુપરહીરોને દર્શકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં તેજા સજ્જા, અમુતા અય્યર, દીપલ શેટ્ટી, વરલક્ષ્મી સરથકુમાર, સત્યા અને રાજ વિનય રાય જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. નિરંજન રેડ્ડી નિર્મિત ફિલ્મ કુલ અગિયાર ભાષાઓમાં રિલીઝ થવાની છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોની જોરદાર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર લાગી રહ્યુ છે. બેકગ્રાઉન્ડમાં સંસ્કૃત શ્લોકે તેને વધુ ઉમદા બનાવ્યુ છે. ફિલ્મનું ટીઝર ગયા વર્ષે નવેમ્બર 2022માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. જે બાદ લોકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ફિલ્મનું ટ્રેલર અંજનાદારીના વિશાળ સાગરના ગર્ભમાંથી જન્મેલી એક રહસ્યમય કહાનીથી શરૂ થાય છે, જેમાં એક સુંદર અંડરવોટર સીક્વેન્સ છે. જે બાદ જંગલમાં એક્ટર તેજાની એન્ટ્રી થાય છે. જે પોતાની અદ્ભૂત શક્તિઓથી જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તેમની બહેનનું પાત્ર નિભાવી રહેલી એક્ટ્રેસ વરલક્ષ્મી સરથ કુમાર પણ જોરદાર એક્શન કરતી નજર આવી રહી છે.

ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા નિભાવી રહેલા વિનય રાયની પાસે એડવાન્સ ટેકનોલોજી દ્વારા ઘણા સુપર પાવર છે. તેમ છતાં તે કુદરતી શક્તિઓને મેળવવા ઈચ્છે છે જે તેજા સજ્જાની પાસે છે. આ અદ્ભુત શક્તિઓને મેળવવા માટે તે સમગ્ર બ્રહ્માંડના વિનાશ માટે તૈયાર છે. જે બાદ ફિલ્મમાં સારા અને ખરાબની લડત શરૂ થાય છે. અંતમાં ભગવાન હનુમાનની એન્ટ્રી પણ જોવા મળે છે.