દિલ્હીના નિરીક્ષકોએ વિધાનસભ્ય દળની બેઠક બાદ
મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીના નામને લઈને ચાલી રહેલો સસ્પેન્સનો અંત આવ્યો છે. જેમ ભાજપે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજન લાલ શર્મા નામની જાહેરાત કરતા બધાને આશ્ચર્ય ચકીત મૂકી દીધા છે. 3 ડિસેમ્બરે રાજેસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના આઠ દિવસ બાદ આખરે મુખ્યમંત્રીના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ નવા સીએમ તરીકે પસંદગી ભજનલાલ શર્માની કરી હતી.
મંગળવારે બેઠકમાં દિલ્લીથી આવેલા નિરીક્ષકોએ બેઠકમાં તેમને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય છે. મધ્યપ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ ભાજપે બે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. દિયા કુમારી સિંહ અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે વાસુદેવ દેવનાનીને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. દિયા કુમારીએ જયપુરની વિદ્યાધર નગર સીટ પરથી જીત મેળવી છે. જ્યારે પ્રેમચંદ બૈરવા જયપુર જિલ્લાની ડુડુ બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે.
પહેલીવાર ચૂંટણી લડ્યા અને સીધા મુખ્યમંત્રી
સાંગાનેર સીટ ભાજપનો ગઢ છે. આ સ્થિતિમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પહેલીવાર ચૂંટણી લડ્યા અને સીધા ધારાસભ્ય બન્યા છે. તેઓ 4 વખત મહાસચિવ રહી ચૂક્યા છે અને RSS-ABVP સાથે જોડાયેલા છે. તે RSSની ફેવરિટ લિસ્ટમાં છે. ભાજપે સાંગાનેરના વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ રદ કરીને ભજનલાલ શર્માને ટિકિટ આપી છે.
56 વર્ષીય ભજનલાલ શર્મા ભરતપુરના રહેવાસી છે. તેમણે આ બેઠક પરથી કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા હતા. સાંગાનેરથી જંગી માર્જિનથી વિજય થયા હતા.
મુખ્યમંત્રીને લઈને અંત સુઘી સસ્પેન્સ
જે રીતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢની મુખ્યમંત્રીને લઈને કોથળામાંથી બિલાડું કાઢ્યું હતું તેવી જ રીતે ભાજપ હાઈકમાન્ડે જે રીતે નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે
ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આજે બપોરે ત્રણેય નેતાઓ જયપુર પહોંચ્યા અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આજે બપોરે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વસુંધરા રાજે સાથે વન ટુ વન બેઠક કરી હતી. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. હિન્દુત્વના પોસ્ટર બોય બની ગયેલા બાબા બાલકનાથને સત્તા સોંપવામાં આવશે, અથવા ગજેન્દ્ર શેખાવતને નવી જવાબદારી સોંપવામાં આવશે. આ સિવાય સીપી જોશી, દિયા કુમારી, રાજવર્ધન રાઠોડ જેવા નામ પણ રેસમાં હતું. પરંતુ ભાજપે ભજનનાથ શર્માનું નામ જાહેર કરીને આજે પણ સૌને ચોંકાવી દીધાં.