વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચને યાદગાર બનાવવા BCCI, ICC અને અમદાવાદ તૈયાર, સમાપન સમારોહ રોમાંચક બનશે

finale

વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા, એર શો, ડ્રોન શો, મ્યુઝિક શો, એક્શન અને રોમાંચક હશે

વર્લ્ડકપ ફાઈનલ માટે અમદાવાદ તૈયાર, કોર્પોરેશને ટ્રાન્સપોર્ટ સુવિધા વધારી

5 ઓક્ટોબર 2023થી શરૂ થયેલ વર્લ્ડકપમાં હવે માત્ર ફાઈનલ મેચ જ બાકી છે. 9 નવેમ્બરને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ફાઈનલ મેચ રમાવાની છે જે વિશ્વનાં સૌથી મોટુ ગણાતા એવા અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દેશના દરેક ખૂણેથી ક્રિકેટ રસિકો અમદાવાદ આવી પહોંચ્યા છે. ઘણા ક્રિકેટપ્રેમીઓ તો બે દિવસ પહેલા જ અમદાવાદ આવી ગયા છે. જો તમે પણ મેચના એક દિવસ પહેલા એટલે કે આજે મેટ્રો સિટીમાં આવી ગયા છો તો આ શહેરમાં ના ફરો એ કેવી રીતે ચાલે. અમદાવાદ મહાગરપાલિકા દ્વારા મેચ જોવા આવનારને આવકારવા તમામ તૈયારી કરી લીધી છે.

વર્લ્ડ કપ સમાપન સમારોહને આકર્ષક બનાવવા માટે આઈસીસી અને બીસીસીઆઈએ મહત્વનું યોગદાન આપ્યું છે. ICC વન-ડે વર્લ્ડ કપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. વર્લ્ડ કપનો વિજેતા રવિવારે એટલે કે 19 નવેમ્બરે મળી જશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકો આ દિવસની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા હવે ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે અને ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીતવાની ખૂબ નજીક છે.

અમદાવાદના મેદાન પર ઓસ્ટ્રેલિયા માટે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહના, મોહમ્મદ સિરાજ જ્વલંત બોલીંગનો સામનો કરવો આસાન નહીં હોય. કોઈપણ કાંગારૂ બોલર માટે વિરાટ કોહલી અને રોહિત શર્માના બેટની ગર્જનાને શાંત પાડવી આસાન નહીં હોય.

આ સમય દરમિયાન, BCCI, ICC, ODI વર્લ્ડ કપ 2023ના સમાપન સમારોહમાં વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રશંસકોનું મનોરંજન કરવા માંગે છે. જેના માટે અનેક મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ ફાઇનલ મેચ જોવા માટે લાખો ચાહકો સ્ટેડિયમમાં હાજર રહેશે. આ સાથે ટીવી અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ ઘણા રેકોર્ડ્સ તૂટવાની આશા છે. વર્લ્ડ કપનો સમાપન સમારોહ ઉજવવામાં આવશે. 2023ના વર્લ્ડ કપની ફિનાલે જોવા માટે વિશ્વભરમાંથી વિશ્વ કપ વિજેતા કેપ્ટનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

વર્લ્ડ કપ ફાઇનલ શેરેમનિ શેડ્યૂલ

બપોરે 12:30 કલાકે એરફોર્સ દ્વારા એર શો
ભારતીય વાયુસેના સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ દ્વારા 10 મિનિટના એર શો સાથે ચાહકો અને ખેલાડીઓ માટે તેને ખાસ બનાવવા માટે તૈયાર છે. નવ-હોક ટીમનું નેતૃત્વ ફ્લાઈટ કમાન્ડર અને ડેપ્યુટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્ધેશ કાર્તિક કરશે. સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વર્ટિકલ એર શો કરશે.

સાંજે 5:30 વાગ્યે ચેમ્પિયન્સની પરેડ
ICC ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ICCએ 2023ની ફાઈનલ જોવા માટે તમામ વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનોને આમંત્રણ આપ્યું છે. 1975ના વિજેતા ક્લાઈવ લોઈડથી લઈને તાજેતરના વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન સુધી, દરેક જણ તેમની વર્લ્ડ કપ ટ્રોફી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચનો આનંદ માણતા જોવા મળશે. જ્યાં પાંચેય પ્રકારની ટ્રોફી જોવા મળશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને એમએસ ધોની હાજર રહેશે. આ તમામ કેપ્ટન એક જ પ્રકારના બ્લેઝરમાં જોવા મળશે.

મ્યુઝિક શો
ભારતના પ્રખ્યાત સંગીત નિર્દેશક પ્રીતમ મ્યુઝિક શો ‘દિલ જશ્ન બોલે’માં તેમની ટીમને અનુસરતા જોવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 500 થી વધુ નર્તકો દેવા દેવા, લહારા દો, કેસરિયા અને બીજા ઘણા ગીતો પર નૃત્ય કરશે.
આ શો 1200 ડ્રોન સાથે યોજાશે.

તમને જણાવી દઈએ કે આ વખતે આઈસીસીએ ટ્રોફીની સાથે વર્લ્ડ ચેમ્પિયન ટીમનું નામ પ્રદર્શિત કરવા માટે લેઝર મેજિક પ્રોડક્શન સાથે સમાપન સમારોહનું સમાપન કરવાની સંપૂર્ણ યોજના પણ બનાવી છે. આ વખતે 1200 થી વધુ ડ્રોન ચેમ્પિયન ટીમના નામ સાથે અમદાવાદને રોશન કરતા જોવા મળશે અને ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો ફટાકડાનો શો થશે. જે ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. આ તમામ કાર્યક્રમો વિશ્વ કપના ઈતિહાસમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહ્યા છે.