મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ : અગાઉ 5 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે
મોરબીના મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝૂલતા બ્રિજ પર 30મી ઓક્ટોબર, 2022નાં દિવસે લોકો હર્ષ-ઉલ્લાસ સાથે રવિવારની રજા માણવા આવ્યા હતા, ત્યારે અચાનક બ્રિજ તૂટ્યો હતો જેમાં 135થી વધુ લોકોનાં મૃત્યું થયા હતા. આ ઘટના પાછળ ઓરેવા કંપનીને જવાબદાર ગણાવવામાં આવી છે. આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન આપ્યા છે.
આ ઘટનાને થોડા દિવસ પહેલા જ એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયંકર દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અગાઉ 5 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. ત્યારે હવે આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે.
ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટના પાછળ બ્રિજના મેઈન્ટેનેન્સનું કામકાજ સંભાળતી ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. અગાઉ 5 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. જેમાં 3 સુરક્ષાકર્મી, 2 ક્લાર્ક અને 1 મેનેજરનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે બે ક્લાર્કને જામીન આપ્યા હતા. જોકે, ક્લાર્કને જામીન આપવાના નિર્ણય વિરૂદ્ધ પીડિત પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન આપ્યા છે.
ગત મહિને જ મોરબી પુલ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી SIT દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં 5 હજારથી વધુ પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ઓરેવા કંપનીના મેનેજમેન્ટ તરફથી ગંભીર પ્રકારની ઓપરેશનલ અને ટેક્નિકલ ક્ષતિઓ દાખવવામાં આવી હતી.