દેશનાં પ્રથમ અગ્નિવીર જવાન શહીદ થયા બાદ જાણો તેમના પરિવારને શું મળશે મદદ?

shahid agniveer

રાહુલ ગાધીના નિવેદન બાદ ભારતીય સેના દ્વારા જણાવવામાં આવ્યુ કે શહીદનાં પરીવારને નિયમો અનુસાર યોગ્ય આર્થિક સહાય આપવામાં આવશે.

સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણનું ડ્યુટી દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓ શહીદ થનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. સેનાના લેહ સ્થિત ‘ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ’ એ રવિવારે આ માહિતી આપી. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, “સિયાચીનની સખત ઊંચાઈઓ પર ડ્યુટી પર હતા ત્યારે અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે. તો આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ફોર્સના તમામ રેન્કોએ મહારાષ્ટ્રના અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અગ્નિવર જવાન ગાવતે અક્ષય શહીદ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાધીએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના ‘ભારતના વીરોનું અપમાન’ છે. રાહુલે ફરજ પર જીવ ગુમાવનાર અગ્નિવીર જવાનોને મળતા લાભ તેમજ પેન્શન અંગે પોસ્ટ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે શહીદ થયા બાદ તેમના પરિવારજનોને ન તો પેન્શન મળે છે કે ન કોઈ અન્ય લાભ. તો બીજી ભારતીય સેનાએ પણ પોસ્ટ કરી સ્પષ્ટ કર્યું હતું કે સોશિયલ મીડિયા પર ઘણા ખોટા મેસેજ લખવામાં આવી રહ્યા છે. શહીદ સૈનિકના પરિવારને નિયમો અનુસાર યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે છે. ભારતીય સેનાએ સિયાચીનમાં જીવ ગુમાવનાર શહીદ અક્ષય લક્ષ્મણને આર્થિક મદદ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- અગ્નિવીર યોજના સૈનિકોનું અપમાન થઈ રહ્યું છે: શહીદી પછી પરિવારને પેન્શન પણ નહીં;

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે બહાદુર જવાનોનું અપમાન કરવા માટે અગ્નિવીર યોજના બનાવી છે. ભાજપે અગ્નિવીરોની શહાદત સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને ત્યારપછી તેમના પરિવારજનોને ન તો પેન્શન મળે છે કે ન કોઈ અન્ય લાભ. આ પોસ્ટની સાથે રાહુલે સિયાચીનમાં ફરજ પર જીવ ગુમાવનાર અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણની તસવીર પણ શેર કરી હતી. અને લખ્યું હતું કે સિયાચીનમાં તેમની શહાદતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેણે કહ્યું, ‘તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.’

ત્યાર બાદ ભારતીય સેનાએ રાહુલની આ પોસ્ટ પર ટિપ્પણી કરી નથી, પરંતુ સેનાએ X પર એક પોસ્ટ કરી તેમાં લખ્યું હતું કે સોશિયલ મીડિયા પર ઘણા ખોટા મેસેજ લખવામાં આવી રહ્યા છે. તેથી, અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે મૃત સૈનિકના પરિવારને નિયમો અનુસાર યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે છે.

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં સેના દ્વારા શહીદ અગ્નિવીરના પરિવારને કઈ કઈ મદદ મળશે અને કેટલી મદદ મળશે, તે જણાવ્યું હતું.

શહીદ અગ્નિવીરના પરિવારને જે મદદ મળશે તે નીચે મુજબ છે.

  • નોન કોન્ટ્રીબ્યુટરી વીમાની રકમ – રૂ 48 લાખ જેટલી રકમ.
  • અગ્નિવીર દ્વારા સેવા નિધિ (જમા કરાયેલ સર્વિસ ફંડ – પગારના 30%) જેમાં સરકાર દ્વારા આપવામાં આવતું સમાન રકમનું યોગદાન અને તેનાં પર વ્યાજ
  • રૂ 44 લાખનું એક્સ-ગ્રેશિયા
  • મૃત્યુની તારીખથી ચાર વર્ષની પૂર્ણ થાય ત્યાં સુધી સંપૂર્ણ પગાર (આ કિસ્સામાં રૂ. 13 લાખથી વધુ)
  • આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલ્ટી ફંડમાંથી રૂ. 8 લાખનું યોગદાન.
  • આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન(awwa) તરફથી તાત્કાલિક મદદ – 30 હજાર રૂપિયા

સેનાએ કહ્યું, કમાન્ડ અક્ષય લક્ષ્મણે સિયાચીનમાં સેવા આપતી વખતે જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારની સાથે છે. સેનાએ કહ્યું કે આર્થિક સહયોગને લઈને સોશિયલ મીડિયા પર જારી કેટલાક સંદેશાઓ વચ્ચે આ માહિતી સ્પષ્ટપણે પહોંચાડવી મહત્વપૂર્ણ છે.

BJP IT સેલના વડાએ રાહુલના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું હતું
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધીના નિવેદનને બકવાસ અને બેજવાબદારીભર્યું ગણાવ્યું છે. તેણે પર પોસ્ટ કર્યું તેના પરિવારને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. તેથી ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. જો તમે વડાપ્રધાન બનવાનું સપનું જોતા હોવ તો વડાપ્રધાન જેવું વર્તન કરવાનો પ્રયાસ કરો.

અગ્નિપથ મોડલ સેનાની દાયકાઓ જૂની ભરતી પ્રણાલીથી સંપૂર્ણપણે અલગ છે. તેમાં ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરવાની જોગવાઈ છે, તેમાંના 25%ને 15 વર્ષ સુધી નિયમિત સેવામાં રાખવાની જોગવાઈ છે. આ જોગવાઈ હેઠળ અગ્નવીરની નિમણૂક કરવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા એપ્રિલ 1984માં ગ્લેશિયર પર કબજો કરવામાં આવ્યો ત્યારથી, સિયાચીનની સુરક્ષા કરતી વખતે લગભગ 1000 સૈનિકો શહીદ થયા છે, જે 1999ના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા લોકોની સંખ્યા કરતા લગભગ બમણી છે.