દેશના પ્રથમ અગ્નિવીર જવાન “ગાવતે અક્ષય લક્ષ્મણ” સિયાચીનમાં શહીદ થયા

shahid-gavate-akshay

શહીદ અક્ષય ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ભાગ હતા
સેનાએ લખ્યું કે અગ્નિવીર ગાવતે અક્ષયનાં સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે

અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણ સિયાચીનમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. મહારાષ્ટ્રના ગાવતે અક્ષય લક્ષ્મણ પ્રથમ અગ્નિવીર છે, જે ફરજ દરમિયાન શહીદ થયા છે.

સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણનું ડ્યુટી દરમિયાન મૃત્યુ થયું હતું. સેનાના લેહ સ્થિત ‘ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ’એ રવિવારે આ માહિતી આપી. તેઓ શહીદ થનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. ગાવતે અક્ષય લક્ષ્મણ ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ભાગ હતા.

સોશિયલ મીડિયા પર અગ્નિવીરને શ્રદ્ધાંજલિ આપતા ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, “સિયાચીનની સખત ઊંચાઈઓ પર ડ્યુટી પર હતા ત્યારે અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે. કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઉંચુ સૈન્ય મથક માનવામાં આવે છે જ્યાં સૈનિકોને તીવ્ર ઠંડા પવનો સામે સંઘર્ષ કરવો પડે છે. અહીં તાપમાન શૂન્યથી નીચે રહે છે જેના કારણે ડ્યુટી કરવી સરળ નથી.જો કે ગાવતે અક્ષય લક્ષ્મણે કયા કારણોસર જીવ ગુમાવ્યો તે જાણી શકાયું નથી. મહારાષ્ટ્રના અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણનું સિયાચીનમાં ફરજ દરમિયાન મૃત્યુ થયું છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને ફોર્સના તમામ રેન્કોએ મહારાષ્ટ્રના અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.