અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશુંઃ નેતન્યાહૂ
અમેરિકાએ હમાસ સાથે જોડાયેલા 9 સભ્યો પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ઇઝરાયેલની મુલાકાતે છે. તેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, મારા આવવાનો હેતુ દુનિયાને અમેરિકાના સ્ટેન્ડ વિશે જણાવવાનો છે. હું ઇચ્છું છું કે વિશ્વ અને ઇઝરાયલના લોકોને ખબર પડે કે અમેરિકા ક્યાં ઊભું છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ જે રીતે ઈઝરાયેલમાં ઘૂસીને 1300થી વધુ લોકોની હત્યા કરી હતી, તેમાં 31 અમેરિકનો પણ સામેલ હતા.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ તરફથી શરૂ કરવામાં આવેલા યુદ્ધનો ઈઝરાયલ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝાયલી ડિફેન્સ ફોર્સ ગાઝા પટ્ટી પર ભારે એટેક કરી રહી છે. આ વચ્ચે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર એક બ્લાસ્ટ થયો. જેમાં 500 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, ઈઝરાયલનું કહેવું છે કે, આ હુમલો તેમના તરફથી નથી કરવામાં આવ્યો, જ્યારે હમાસે આ એટેક માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે.
ગાઝાની અલ અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર બોમ્બ વિસ્ફોટ બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વધેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુને ક્લીનચીટ આપી દીધી છે. તેલ અવીવ પહોંચેલા જો બાઇડને કહ્યું કે એવું લાગે છે કે ગાઝાની હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં ઈઝરાયેલનો હાથ નહોતો. આ હુમલા પાછળ કોઈ અન્યનું ષડયંત્ર છે.તેલ અવીવ પહોંચેલા અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા જો બાઇડને કહ્યું કે અમેરિકા ગાઝાની હોસ્પિટલ પર મંગળવારે રાત્રે થયેલા હુમલાની સખત નિંદા કરે છે. તેણે કહ્યું કે અહીં આવ્યા બાદ મેં જે પણ જોયું છે તે જોતાં એવું લાગે છે કે આ ઘટનામાં ઈઝરાયેલનો કોઈ હાથ નથી.
ઈઝરાયલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર પરિષદને પૂરાવા આપીશું કે, આ હુમલો ઈઝરાયલે નથી કર્યો. ઈઝરાયલના વિદેશ મંત્રીએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેની સાથે જ અમેરિકાએ હમાસથી જોડાયેલા 9 સભ્યો અને એક યૂનિટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, હમાસે અત્યારચાર કર્યા છે. હું ઈઝરાયલના લોકોને કહેવા માંગું છું કે તેમનું સાહસ, તેમની પ્રતિબદ્ધતા, તેમની બહાદુરી અદભુત છે. આ આશ્ચર્યજનક છે.