એરપોર્ટ પર જો બાઇડને નેતન્યુહુને ગળે મળીને કહ્યું કે હવે ચિંતા કરવાની જરૂર નથી.
યુદ્ધ સંકટમાં ઈઝરાયલની મદદે પહોંચ્યા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન
ઈઝરાયલ ઉપર હમાસે કરેલ હુમલા બાદ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર બનતુ જાય છે. હમાસ સાથેના યુદ્ધને લઇ વધતા સંકટ વચ્ચે ઈઝરાયેલ જો બાઇડન પહોંચ્યા છે. અમેરિકા પહેલાથી જ ઈઝરાયેલને પોતાનો સપોર્ટ કરી રહ્યું છે. ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ પોતે બાઇડનને રિસીવ કરવા રાજધાની તેલ અવીવના બેન્ગુરિયન એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યા તેમણે જો બાઇડનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ઇઝરાયેલના PM નેતન્યાહુ જ્યારે જો બાઇડનને એરપોર્ટ પર રિસિવ કરવા આવ્યા ત્યારે જો બાઇડન ગળે મળીને કર્યું હતું, કે હવે ચિંતા કરવાની જરૂર નથી, તમામ સમસ્યાનું સમાધાન સમાધાન થશે. આ દરમિયાન જો બાઇડન એરપોર્ટ પર ઈઝરાયેલના ઘણા અધિકારીઓને પણ મળ્યા હતા.

હમાસ સાથેના યુદ્ધને રોકવા અને તેને વ્યાપક વધી રહેલા સંઘર્ષમાં રાજદ્વારી પહેલના ભાગ રૂપે US પ્રમુખ જો બાઇડન બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ જો બાઇડનને રિસીવ કરવા પોતે રાજધાની તેલ અવીવના બેન્ગુરિયન એરપોર્ટ પર પહોંચ્યા હતા. જો બાઇડન ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ તેમજ રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ અને બેન ગુરિયનને મળ્યા હતા.
જો બાઇડન તેમના અગાઉના નિર્ધારિત કાર્યક્રમના ભાગ રૂપે જોર્ડનની મુલાકાત પણ લેવાના હતા, પરંતુ વોશિંગ્ટન છોડતા પહેલા આરબ નેતાઓ સાથેની તેમની બેઠક રદ કરવામાં આવી હતી, જેના કારણે સંઘર્ષની આ ક્ષણે નિર્ણાયક વાટાઘાટો માટે નેતાઓને સામ-સામે મળવાની તકને દૂર કરવામાં આવી હતી. હમાસ-ઇઝરાયેલ યુદ્ધને લઇ જો બાઇડન અનેક મુદ્દાઓ ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે ચર્ચા કરશે.
ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં ધડાકો થયો જેમાં અનેક લોકો માર્યા ગયા, સમગ્ર મધ્ય પૂર્વ એશિયામાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે ઈઝરાયલનું કહેવું છે કે, આ હુમલો તેમના તરફથી નથી કરવામાં આવ્યો, જ્યારે હમાસે આ એટેક માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે.