X (અગાઉ ટ્વીટર) પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ
એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) નો હવાલો સંભાળ્યો ત્યારથી તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમે ટ્વિટર એટલે કે X યુઝર છો તો તમારા માટે સારા સમાચાર છે. એલન મસ્કે ફરી એકવાર X (ટ્વિટર)ને લઈ મોટો નિર્ણય કર્યો છે. હવે X (ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે, ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. મસ્કએ X પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. એલન મસ્કના એક એલાનથી WhatsAppની ઊંઘ હરામ થઈ ગઈ છે. મસ્કની આ જાહેરાત પછી એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શું Jio, Airtel કે Vi જેવી ટેલિકોમ કંપનીઓ માટે કોઈ પડકાર ઉભો થવાનો છે. વિગતો મુજબ એલન મસ્કે જણાવ્યું હતું કે, હવે X (ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. જોકે વિડિયો અને ઑડિયો કૉલ્સ ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે.
ટૂંક સમયમાં તમે X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પરથી વિડિયો અને ઑડિયો કૉલ્સ કરી શકશો. એક્સ ચીફ ઇલોન મસ્કે ગુરુવારે આ નવા ફીચરની જાહેરાત કરી છે. એલન મસ્કે X પરની તેમની એક પોસ્ટમાં કહ્યું કે, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે. જો કે, ઇલોન મસ્કે હજુ સુધી એ નથી જણાવ્યું કે આ ફીચર કોના માટે ઉપલબ્ધ હશે અને કોના માટે નહીં.
ઇલોન મસ્કએ જણાવ્યું હતું કે X એક અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક છે. મસ્કએ કહ્યું છે કે આવનારા દિવસોમાં યુઝર્સને એક અલગ અને સારો અનુભવ મળશે. નવા X ફીચરને કંપની દ્વારા પહેલા પણ ઘણી વખત ટીઝ કરવામાં આવી ચુકી છે અને હવે આ ફીચર આગામી અપડેટમાં જોવા મળે તેવી આશા છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર ડિઝાઇનર એન્ડ્રીયા કોનવેએ UI સહિત નવા ફીચર્સનાં સ્નિપેટ્સ શેર કર્યા છે.