અંબાણી પરિવારની ભવ્ય ઉજવણી જામનગરમાં, પોપ સિંગર રિહાના કોકટેલ પાર્ટીમાં ખાસ પરફોર્મન્સ આપશે

This-is-Rihannar-performing-at-Anant-Ambani-pre-wedding

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની માટે અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચી ગયા.
ગેસ્ટ લિસ્ટમાં મનોરંજન, ટેક્નોલોજી અને બિઝનેસ જગતના દિગ્ગજ લોકોનો સમાવેશ થાય છે.

વલ્ડના 10 અબજોપતિઓમાં સામેલ દેશના સફળ બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની માટે જામનગરમાં આજથી 1 માર્ચથી શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ ગ્રીનમાં દેશ-વિદેશના લગભગ 1000 ખાસ મહેમાનો હોટેલ-રિસોર્ટમાં પહોંચ્યા છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન્સ 3 માર્ચ સુધી ચાલશે. તેમાં ભાગ લેવા માટે અનેક સેલિબ્રિટીઓ જામનગર પહોંચી ગયા છે. ગેસ્ટ લિસ્ટમાં મનોરંજન, ટેક્નોલોજી અને બિઝનેસ જગતના દિગ્ગજ લોકોનો સમાવેશ થાય છે.

પોપ સિંગર રિહાન્નાને 8 મિલિયન ડોલર આપશે અંબાણી
આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાન્નાને અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પરફોર્મ કરવા માટે 7 થી 8 મિલિયન ડોલર (લગભગ 66 કરોડ રૂપિયા) ફિ ચૂકવવામાં આવશે. જામનગરમાં મોટા શો માટે સ્ટેજ ડેકોરેશન અને બેગ ધરાવતું મોટા કન્ટેનર લઈને ટીમ સાથે જોવા મળ્યો હતો. રિહાન્ના પ્રી-વેડિંગ સેરેમની માટે સ્પેશિયલ ટ્રેકલિસ્ટનું રિહર્સલ કરે છે. તે ચાર્ટ-ટોપિંગ હિટ ‘ડાયમન્ડ્સ’ અને ‘ઓલ ઓફ ધ લાઈટ્સ’ દ્વારા મહેમાનોનું મનોરંજન કરશે. જેમાં ‘બર્થડે કેક’, ‘રાઈટ નાઉ’, ‘વાઇલ્ડ થોટ્સ’, ‘સ્ટે’ અને ‘સ્ટે’ જેવા શાનદાર ગીતોનો સમાવેશ કરવામાં આવશે.

આ સેલિબ્રિટીઝ પરફોર્મ કરશે
શુક્રવારે રાત્રે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનો માટે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અનેક સેલિબ્રિટીઝ પરફોર્મ કરશે. આ દરમિયાન સિંગર બી પ્રાક, દિલજીત દોસાંઝ, અજય-અતુલ, પ્રીતમ, હરિહરન, અરિજિત સિંહ પરફોર્મ કરશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાન્ના પણ જામનગર પહોંચી ગઈ છે.

ક્રિકેટરોને પણ આમંત્રણ

મુકેશ અંબાણીએ લગ્ન પહેલાની ઉજવણી માટે ક્રિકેટરોને પણ આમંત્રણ આપ્યું છે. જેમાં સચિન તેંડુલકર અને ફેમિલી, એમએસ ધોની અને ફેમિલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

બિઝનેસ લીડર્સ પણ ભાગ લેશે
પ્રિ-વેડિંગની ભવ્ય ઉજવણીમાં ઘણા મોટા બિઝનેસ લીડર્સ પણ ભાગ લેશે. જેમાં બિઝનેસ ટાયકૂન બિલ ગેટ્સ ઉપરાંત ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સ હાજર રહેશે.

ઝકરબર્ગ સહિત ખાસ મહેમાનો જામનગર પહોંચ્યા
અનંત અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટી માટે જામનગરમાં સ્ટાર્સ એકત્ર થઈ રહ્યા છે. જેમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ, પોપ સિંગર રિહાન્ના, શાહરૂખ ખાન તેના પરિવાર સાથે, સલમાન ખાન અને રણવીર સિંહ-દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. મહેમાનોની યાદીમાં મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ એડમ બ્લેકસ્ટોન, રાની મુખર્જી, અર્જુન કપૂર અને અયાન મુખર્જી જેવી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર છે.

કિંગ ખાન પરિવાર સાથે સેલિબ્રેશનમાં ભાગ લેશે
ગૌરી ખાન બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી, જ્યારે શાહરૂખ ખાને બ્લેક શર્ટ અને પોનીટેલ પહેરી હતી. આર્યન બ્લેક પ્રિન્ટેડ ટી-શર્ટ પહેરેલો હતો, જ્યારે સુહાના બ્લેક કો-ઓર્ડસેટમાં સુંદર લાગી રહી હતી. જામનગર એરપોર્ટ પર રાની મુખર્જી, બોની કપૂર, ઓરહાન અવત્રામાણી અને એટલા તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા.

જાપાનીઝ અને પારસી ડીશ ખાસ મેનુમાં હશે
સ્ટાર-સ્ટડેડ એક્સ્ટ્રાવેગેન્ઝામાં થાઈ, જાપાનીઝ, મેક્સીકન, પારસી અને પાન એશિયન વાનગીઓમાં ફેલાયેલી 2,500 થી વધુ વાનગીઓ દર્શાવતા રોયલ મેનુ દર્શાવવામાં આવશે. અંબાણી પરિવારે પ્રી-વેડિંગ મહેમાનો માટે ભોજન તૈયાર કરવા માટે ખાસ 21 શેફને ઈન્દોરથી જામનગર બોલાવ્યા છે. પ્રી-વેડિંગની શરૂઆત પહેલા અંબાણી પરિવારે 28 ફેબ્રુઆરીએ અન્ના સેવામાં 51 હજાર લોકોને ભોજન પીરસ્યું હતું.