દેશમાં કોરોનાના ભયજનક કેસ છેલ્લા 24 કલાકમાં 752 નવા કેસ 4ના મોત

New-Variant-Of-Corona-Coronavirus-Cases-In-India.

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા. વધતા કેસોના કારણે લોકોમાં રોગચાળા ભય શરૂ થયો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 752 નવા કેસ સામે આવ્યા છે. આ રોગચાળાને કારણે ચાર લોકોના મોત થયા છે.

ભારત દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસની લહેર ઝડપથી વધવા લાગી છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોને આ રોગચાળા વિશે ડરાવવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા છે. આ રોગચાળાને કારણે ચાર લોકોના મોત થયા છે. જે 21 મે, 2023 પછી સૌથી વધુ છે, જ્યારે સક્રિય કેસ વધીને 3,420 થઈ ગયા છે.

સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 24 કલાકના ગાળામાં ચાર નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 5,33,332 હતો. કેરળના બે, રાજસ્થાન અને કર્ણાટકના એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. હાલમાં આજના તાજેતરના આંકડાઓ પછી દેશમાં કોવિડ કેસોની સંખ્યા 4.50 કરોડ (4,50,07,964) પર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,71,212 થઈ ગઈ છે અને રિકવરી રેટ 98.81 ટકા છે. જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાનાં એક્ટિવ કેસોમાં ગુજરાત 5 સ્થાને

ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસો વધતા ચિંતાજનક સમાચાર છે. કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાલાદમાં 6 નવા કેસોના નોંધાયા છે. જે સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાનો સંક્રમણનો જોર પકડાયો છે. સૌથી વધુ એક્ટિવ કેસોમાં ગુજરાત રાજ્ય પાંચમાં સ્થાને આ સાથે રાજ્યમાં નવ નવા કેસો નોંધાયા છે.

કોરોનાના નવા વેરિયન્ટને રોકવા

કોરોનાના નવા વેરિયન્ટને રોકવા આપણા નિયંત્રણમાં નથી, આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત શકીએ છીએ.

દેશભરમાં ફરી એકવાર કોરોનાના નવા સ્ટ્રેન JN.1 ના નવા પ્રકારે લોકોની ઊંઘ હરામ કરી છે. સમગ્ર દુનિયામાં ભયનો ગભરાટ ફેલાયો છે. અગાઉ ચીન, અમેરિકા, સિંગાપોરમાં કેસ નોંધાયા હતા પરંતુ હવે ભારતમાં પણ કેસ જોવા મળી રહ્યા છે. ભારતના કેરળ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં પણ એલર્ટ છે. સ્વાસ્થ્ય મંત્રાલય આ મુદ્દે બેઠક પણ કરી રહ્યું છે.

કોરોનાનું નવું વેરિયન્ટ ખતરનાક છે? પહેલા કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવાના ઉપાય સમજવા વધુ જરૂરી છે.

‘કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 જોખમી નથી પરંતુ સતર્કતા રાખવી જરૂરી’ WHO

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, રોગપ્રતિકારક શક્તિ પર વધુ ધ્યાન આપવાથી કોરોનાવાયરસનું જોખમ ઘટાડી શકાય છે. પોષક તત્વોમાં કેલરી, ઓક્સિડેટીવ સ્ટ્રેસ, વિટામિન્સ, બળતરા વિરોધી અને ડિટોક્સિફિકેશન પર ધ્યાન આપીને આપણે કોરોનાવાયરસનું જોખમ ઘટાડી શકીએ છીએ. ખાલામાં ઓછી કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરીએ તો વિટામિન્સ અને ખનિજોની અપૂરતી માત્રા તરફ દોરી શકે છે, જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાકમાંથી મેળવેલું ગ્લાયકોજેન રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કાર્બોહાઇડ્રેટ્સ ગોળ, ફળોના રસ, ઘી, તેલ કેલરીના સારા સ્ત્રોત છે.