આપણા માટે, આર્ત્મનિભરતા એ ખૂબ મોટો શબ્દ છે, ભાજપના સાંસદ મનોજ તિવારી

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પર, ભાજપના સાંસદ મનોજ તિવારી કહે છે, “આપણા માટે, આર્ત્મનિભરતા એ ખૂબ મોટો શબ્દ છે અને જ્યારે આપણે આર્ત્મનિભર ભારતની કલ્પના કરીએ છીએ, ત્યારે આપણે પહેલા આર્ત્મનિભર બનવું પડશે. આપણી ભારતીય જનતા પાર્ટી પણ આર્ત્મનિભર હોવી જાેઈએ. આપણે ક્યાં સુધી બીજા લોકોના ઘરોમાં કાર્યાલય ચલાવતા રહીશું? આપણા માટે, કાર્યાલય સેવા અને સમર્પણનું કેન્દ્ર છે. તેથી, આજે આ ૬૧૮મું કાર્યાલય પૂર્ણ થયું છે, અને અમે ખાતરી આપીએ છીએ કે જાે કોઈ અહીં ૨૪ કલાક સમસ્યા લઈને આવે છે, તો તેના પર ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે…”