કોંગ્રેસે પોતાની ચિંતાઓ ભારતના ચૂંટણી પંચ સમક્ષ રાખવી જાેઈએ : મંત્રી કિરેન રિજિજુ

દિલ્હી | કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ કહે છે, “… ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને સંસદમાં તેમના વતી કોણ જવાબ આપશે?… કોંગ્રેસે પોતાની ચિંતાઓ ભારતના ચૂંટણી પંચ સમક્ષ રાખવી જાેઈએ… જાે ભારતના ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટી પાસેથી કેટલાક દસ્તાવેજાે માંગ્યા હોય, તો તેનો જવાબ આપવાની તેમની જવાબદારી છે. તેઓ ભારતના ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરે છે…જ્યારે તેઓ હારી જાય છે, ત્યારે તેઓ ભારતના ચૂંટણી પંચનો દુરુપયોગ કરે છે. કોંગ્રેસ ફરી ક્યારેય સત્તામાં નહીં આવે કારણ કે તેઓ જનતાનો દુરુપયોગ કરે છે…”