ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી અને ર્નિમલા સીતારમણ દ્વારા કડક જવાબ આપવાની જરૂર ઃ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ

મુંબઈ | અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ભારત એક મૃત અર્થતંત્ર છે‘ તેવા નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે કે, “ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી અને ર્નિમલા સીતારમણ દ્વારા કડક જવાબ આપવાની જરૂર છે… સરકાર જવાબ આપવા તૈયાર નથી, તેથી જ રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવે છે અને તેમને જવાબ આપવા કહે છે કે શું ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે?” અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવા પર, તેઓ કહે છે કે, “આ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતા છે…