અમ્યુકોએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો, ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો છે. ગ્લોબલ વોર્મિંગને પગલે ઉદ્ભવતી સમસ્યાને લઈને પાણી, હવા અને જમીન ત્રણેય ક્ષેત્રે આ એન્વાયરમેન્ટ સેલ કામગીરી કરશે. જે રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી, કાર્બન અડાયોક્સાઇડની માત્રા ઘટે અને ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…