ભારતનાં હુમલાથી ‘ચકલાલા એરબેઝ’ તબાહ થયું; પાકિસ્તાની સેનેટરએ ભરી સંસદમાં કરી કબૂલાત, વીડિયો વાઈરલ

chaklalaAirbase

ભારતીય વાયુસેના માત્ર પાકિસ્તાનમાં ઘૂસી જ નહોતી, પરંતુ પાકિસ્તાનના એરબેઝને પણ નિશાન બનાવીને તેનો નાશ પણ કર્યો હતો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoK માં આતંકવાદી ઠેકાણા પર હુમલા કર્યા અને નષ્ટ કર્યા. આ પછી પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ ભારતે હુમલો કરી 11 પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો હતો. હવે પાકિસ્તાની સેનેટરએ પોતે ચકલાલા એરબેઝ પરના હુમલાની કબૂલાત કરી છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને નિશાન બનાવ્યા હતા

ભારતની આ કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને પણ પોતાના ડ્રોન અને મિસાઇલોથી ભારતના ઘણા વિસ્તારો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. જવાબમાં, ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ભલે પાકિસ્તાન બેશરમપણે ભારતીય લશ્કરી કાર્યવાહીને વારંવાર જુઠ્ઠું કહી રહ્યું છે, ભારતે આના તમામ પુરાવા રજૂ કર્યા છે અને પાકિસ્તાનમાંથી પણ એવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં જ્યાં હુમલો થયો તે જગ્યા અને થયેલ નુકસાન બધુ જ સ્પષ્ટ રીતે દેખાય છે.

ભારતીય વાયુસેના માત્ર પાકિસ્તાનમાં ઘૂસી જ નહોતી, પરંતુ…

આ દરમિયાન, પાકિસ્તાનના સેનેટરએ પાકિસ્તાનના શરમજનક પ્રચારનો પર્દાફાશ કર્યો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેના માત્ર પાકિસ્તાનમાં ઘૂસી જ નહોતી, પરંતુ પાકિસ્તાનના એરબેઝને પણ નિશાન બનાવીને તેનો નાશ પણ કર્યો હતો. વાયરલ વીડિયોમાં, પાકિસ્તાની સેનેટર કહે છે કે,

“ભારત ચકલાલા એરબેઝ સુધી આવ્યું અને બોમ્બ ફેંક્યા.
આપણી સેનાનું GHQ નજીકમાં જ હતું.
કોઈ પૂછતું નથી કે ભારત આટલું અંદર કેવી રીતે આવી શક્યું.”

ઓપરેશન સિંદૂર દરમ્યાન 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા હતા. આ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો કે આતંકવાદીઓને આની ભારે કિંમત ચૂકવવી પડશે. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ ઓપરેશન દરમિયાન, ભારતે 100 થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો.