પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યૂબરની ધરપકડ

હિસાર પોલીસના જણાવ્યા અનુસાર, ‘જ્યોતિ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હતી.‘ તે સોશિયલ મીડિયા દ્વારા ભારતની ગુપ્ત માહિતી મોકલી રહી હતી. જ્યોતિ ત્રણ વાર પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂકી છે, જેના કારણે તે ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં હતી.