રશિયામાં બનેલી આ સિસ્ટમને ‘S-400 સુદર્શન ચક્ર’ નામ આપવામાં આવ્યું છે, જે 400 કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરી શકે છે. ભારતીય સેનાએ પહેલાંથી જ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તહેનાત કરી રાખી છે.
પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને વાયુસેનાએ S-400 સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે પહેલી વાર તેનો ઉપયોગ કર્યો છે. આ નામ રશિયન બનાવટની S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું મિશ્રણ છે. સુદર્શન ચક્ર ખૂબ જ તીક્ષ્ણ, સચોટ અને શક્તિશાળી માનવામાં આવે છે.
S-400 એક એર ડિફેન્સ સિસ્ટમ છે, જેનો અર્થ એ થાય કે તે હવા દ્વારા થતા હુમલાઓને અટકાવે છે. તે દુશ્મન દેશોના મિસાઇલો, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઇટર જેટના હુમલાઓને રોકવામાં અસરકારક છે. તેની ગણતરી વિશ્વની સૌથી આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાં થાય છે. ભારત અને રશિયા વચ્ચે 2018માં S-400ના 5 યુનિટ માટે લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો સોદો થયો હતો.
આ સિસ્ટમ 400 કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરી શકે છે.
S-400 ટ્રાયમ્ફનું ઉત્પાદન રશિયાની અલ્માઝ-એન્ટે કંપની દ્વારા કરવામાં આવે છે. આ એક આધુનિક મિસાઇલ સિસ્ટમ છે. તે હવામાં રહેલા જોખમોને શોધી શકે છે. જેમ કે વિમાન, ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ. આ સિસ્ટમ 400 કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરી શકે છે. તે મિસાઇલની ક્ષમતા પર આધાર રાખે છે. તેનું રડાર 600 કિલોમીટર દૂરના લક્ષ્યોને પણ શોધી શકે છે. તે ખૂબ જ ઊંચી ગતિએ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે.
S-400 સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેની બહુ-સ્તરીય સંરક્ષણ પ્રણાલી છે, જે એકસાથે 400 કિલોમીટર સુધીના અંતરેથી વિવિધ પ્રકારના હવાઈ જોખમો – જેમ કે ફાઇટર જેટ, ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલનો નાશ કરી શકે છે. આ સિસ્ટમ એક સમયે 80 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને એકસાથે 36 લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. વેરી લોંગ રેન્જની મિસાઈલ 400 કિલોમીટરના અંતરની સાથે સાથે 180 કિલોમીટરની ઊંચાઈ સુધી પણ હુમલો કરી શકે છે.
S-400ની સૌથી મોટી ખાસિયત એનું મોબાઈલ હોવું એ છે, એટલે કે રોડ દ્વારા એને ક્યાંય પણ લઈ જઈ શકાય છે. એમાં 92N6E ઈલેક્ટ્રોનિકલી સ્ટિયર્ડ ફેન્ડ એરો રડાર લાગેલું છે, જે લગભગ 600 કિલોમીટરનાં અંતરે જ મલ્ટીપલ ટાર્ગેટને ડિટેક્ટ કરી શકે છે. ઓર્ડર મળવાની 5થી 10 મિનિટમાં જ એ ઓપરેશન માટે રેડી થઈ જાય છે. S-400ના એક યુનિટથી એકસાથે 160 ઓબ્જેક્ટને ટ્રેક કરી શકાય છે. એક ટાર્ગેટ માટે 2 મિસાઈલ લોન્ચ કરી શકાય છે.
‘S-400 સુદર્શન ચક્ર’ નામ આ સિસ્ટમને ભારતીય ઓળખ આપવાનો એક માર્ગ છે. તેની સરખામણી પૌરાણિક સુદર્શન ચક્ર સાથે કરવામાં આવી છે. આ તેની ચોકસાઈ અને અજેયતા દર્શાવે છે. જેમ ભગવાન વિષ્ણુનું ચક્ર ન્યાયનું પ્રતીક હતું, તેમ S-400 ને દેશની રક્ષા માટે ઢાલ માનવામાં આવે છે. તે ઝડપથી અને નિર્ણાયક રીતે બચાવ કરવા સક્ષમ છે.