અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોલ-નરોડા હાઇવે ઉપર સીટીએમ ચાર રસ્તા પર બ્રિજની નીચે લોકો રોડ ક્રોસ કરીને ન જાય તેના માટે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. બેરિકેડ મૂકી દેવાના કારણે હજારો લોકો અને વેપારીઓને દરરોજ તકલીફનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો દ્વારા આ મામલે વિવિધ રીતે વિરોધ કરી અને બેરિકેડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ચાર રસ્તા ઉપર બેરિકેડ તેમજ રેલિંગ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ હાટકેશ્વરથી રામોલ તરફ અને રામોલથી હાટકેશ્વર તરફ જઈ શકતા નથી.
પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સાથે સંકલન કર્યા બાદ આ બેરિકેડ અને રેલિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પણ સ્થાનિક વેપારીઓ અને લોકોનો આક્ષેપ છે કે, આ બેરિકેડ લગાવવાના કારણે લોકો હેરાન પરેશાન થાય છે. વાહનચાલકો રોંગ સાઈડમાં જતા હોવાથી અકસ્માત સાથે ટ્રાફિક થવાની સમસ્યા વકરી છે. લોકો રોંગ સાઈડમાં વધારે આવે છે.
અમદાવાદના સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ્સ લગાવાતાં લોકો પરેશાન, સ્થાનિકો દ્વારા બેરિકેડ હટાવવાની માંગ

સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025