સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે. ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી.
સાંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ અંગે કરેલા નિવેદન બાદ 2 જુલાઈએ અમદાવાદમાં કોંગ્રેસ ભવનમાં થયેલી તોડફોડ બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરે સામસામે પથ્થરમારો કર્યો હતો. આ આખી ધટના જાણે રાજકિય રમત બની રહિ છે. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે, ધારાસભ્ય શૈલેશ પરમારના ઈશારે શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય એવા અમિત શાહના પુત્ર સની શાહને આ ઘટના માંથી બચાવી લીધા છે. FIRમાં ધારાસભ્યના પુત્રનું નામ કેમ નથી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરોએ આ મુદ્દો ઉઠાવ્યો છે કે, MLA શૈલેષ પરમાર પોતે ટોળાની આગેવાની લઈ રહ્યા હતા. તેમ છતાંય FIRમાં આ ધારાસભ્યનું નામ કેમ નથી?. રાજકિય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે રાજકિય ઈલુ ઈલુ આધારે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા છે
વર્ષોથી ગુજરાતમાં પડી ભાંગેલી કોંગ્રેસને ઉભી કરવા માટે રાહુલ ગાંધી અને નાના કર્યાકર્તા જીતોડ મહેનત કરી રહ્યો છે જ્યારે પહેલી હરોળમાં બેઠેલા કોગ્રેસ મોટા નેતાઓ જાણે રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફેરવા બેઠા છે. આ સમગ્ર મામલો રાહુલ ગાંધી અને હાઈકમાંડ સુઘી પહોચ્ચો છે.
કોંગ્રેસ ભવન પાસે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ધટના ધટી હતી. આ સમગ્ર મામલો સીસીટીવી ફુટેજમાં કેદ થય ગયો હતો અને તેમા સ્પષ્ટ દેખાય છેકે, પથ્થરમારામાં કોંગ્રેસ ભાજપના નેતા-કાર્યકરતાઓ સામેલ હતા. પથ્થર મારા પછી કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જોમ જુસ્સો વધારવા જ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતાં. પણ જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી તે વાત સાચી ઠરી રહી છે કેમકે, કોંગ્રેસના નેતાઓના ભાજપ સાથેના નજીકનો ઘરોબો છે. રાહુલ ગાંધીની શિખામણ જાણે ઝાંપા સુધી બની રહી હતી. ચર્ચાએવી છેકે, કોંગ્રેસના આ નેતાએ કેસમાં અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહને પથ્થરમારાની ઘટનાનો એક વિડીયો મોકલ્યો હતો. જેના પાછળનો આશય એ હતોકે, આ વિડીયોમાં ધારાસભ્ય અમિત શાહના પુત્ર પથ્થરમારો કરતાં સ્પષ્ટ દેખાતા હતા. સંબંધિ કોંગ્રેસના નેતાઓનો ઈરાદો એ હતોકે, ભાજપ જે ફરિયાદ નોંધાવે તેમાં તેમનું એટેલેકે, કોંગ્રેસના કોઈ મોટા નેતા કે ધારાસભ્ય નામ ન આવે. આમ, ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી હતી. આખરે કે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાયાને અને કસૂરવારને બચાવી લેવાયા હતાં. સોશિયલ મિડીયામાં આ ઘટનાને લઇને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામે કાર્યકરોએ કોમેન્ટો કરીને તડાપીટ બોલાવી છે.
અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ વિનય દેસાઇએ કોંગ્રેસ સામે ફરિયાદ કરી છે. ભાજપની ફરિયાદ પછી કોંગ્રેસના નેતાઓની ફરિયાદ લેવામાં આવી. ભાજપની ફરિયાદ પછી કોંગ્રેસના 5 નેતાઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા અત્યારે પણ જેલમાં છે. બીજી બાજુ ભાજપ સામે ફરિયાદ લેવામાં આવી, પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા તેના આગલા દિવસે એટલે કે શુક્રવારે પોલીસે કોંગ્રેસની ફરિયાદ લીધી હતી. આ ફરિયાદમાં કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે કરી હતી, જ્યારે સવારે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ થઇ તેની ફરિયાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કરી હતી.
કોંગ્રેસ ભાજપની ‘B’ ટીમ છે?
ગુજરાત કોંગ્રેસના કાર્યકરતાનું કહેવું છેકે, કોંગ્રેસ ભાજપની ‘B’ ટીમ છે કારણ કે, ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય નથી જીતતું, કારણકે, અહીં જીતવા માટે નહીં સેટિંગ કરવા માટે અને પોતાનો કિલ્લો સંભાળીને બેસી રહેવા માટે વધારે રૂપિયા મળે છે. આવું પણ અમે નથી કહી રહ્યાં આ વાત પણ ખુદ કોંગ્રેસના પાયાના કાર્યકરો જ કરે છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલાં પથ્થરમારાની ઘટનામાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ઈલુઈલુનો મામલો સામે આવ્યો છે.
ભાજપના એક નેતાએ ટ્વીટ
ભાજપના એક નેતાએ ટ્વીટ કર્યું કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતાં ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો. આ કૃત્ય કોંગ્રેસની ક્રૂર માનસિકતા છતી કરે છે. ઉલ્લેખનીય છેકે, પથ્થરમારામાં ઘાયલ ભાજપના એક કાર્યકરની એસવીપીમાં સારવાર ચાલી રહી છે. આ કાર્યકરની સ્થિતિ હાલ ખુબ જ નાજૂક છે. ફરીથી ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે. આમ, ભાજપના કાર્યકરો પણ અમિત શાહની કોંગ્રેસ સાથેની રાજકીય દોસ્તીને લઈને નારાજ છે. આ તરફ કોંગ્રેસમાં કાર્યકરો ધારાસભ્ય શૈલેષ પરમારની ભાગી છૂચવાની નીતિથી નાખુશ છે. જોકે, આ આખોય મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો હોવાનું પણ કહેવાય છે.