અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શન (૪૨.૩૨ કિ.મી) નું ગેજ રૂપાંતરણ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હવે આ સેક્શન મીટર ગેજથી બ્રૉડ ગેજમાં રૂપાંતરિત થઈને યાત્રીઓ માટે આધુનિક અને સુરક્ષિત પરિચાલન માટે તૈયાર છે. આ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ સેફ્ટી નિરીક્ષણ રેલવે સંરક્ષા કમીશનર (સીઆરએસ), પશ્ચિમ રેલવે દ્વારા ૧૬ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે, જેમાં ૧૬ અને ૧૭ ઓક્ટોબર ના રોજ મોટર ટ્રૉલી નિરીક્ષણ તથા ૧૭ ઓક્ટોબર ના રોજ એન્જિન સ્પીડ ટ્રાયલ ૧૨૦ કિ.મી/કલાકની ગતિથી કરવામાં આવશે.