“નુકસાન ખૂબ જ મોટું છે, લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા

શ્રીનગર | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી જમ્મુ-કાશ્મીર મુલાકાત અંગે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “નુકસાન ખૂબ જ મોટું છે, ખાસ કરીને કિશ્તવાડ અને કટરા ખાતેની બે યાત્રાઓ દરમિયાન જાનમાલનું પણ નુકસાન થયું છે. લગભગ ૩૩૦ પુલ ધોવાઈ ગયા છે. ૧૫૦૦ કિલોમીટરથી વધુ રસ્તાઓ નાશ પામ્યા છે. ઘણી સરકારી ઇમારતોને નુકસાન થયું છે અને પાક નાશ પામ્યા છે. અમારા સૂકા ફળોનો નાશ થયો છે. આ જાેઈને, અમને આશા છે કે અમારા નુકસાનનું વિશ્લેષણ કરવામાં આવશે અને પર્યાપ્ત પેકેજની જાહેરાત કરવામાં આવશે જેથી અમે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકીએ. હું આ બધા મુદ્દાઓ પ્રધાનમંત્રી સમક્ષ મૂકીશ અને આશા રાખું છું કે તેઓ જમ્મુ-કાશ્મીરના લોકો માટે સારું પેકેજ આપશે…”