હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત

મુંબઈ, મહારાષ્ટ્ર: એશિયા કપ ૨૦૨૫ માં યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ અંગે, ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (ૈંહ્લ્ડ્ઢછ) ના પ્રમુખ અશોક પંડિત કહે છે, “મારા મતે, આવતીકાલ આ દેશ માટે કાળો દિવસ છે. આપણે આટલા અસંવેદનશીલ ન હોઈ શકીએ. આપણા ક્રિકેટરોને આટલી શરમ હોવી જાેઈએ; પૈસા જ બધું નથી. હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અને તે લોહી ભારતીયોનું છે… છેલ્લા ૪૦ વર્ષોમાં આપણા રાષ્ટ્ર પર સતત હુમલાઓ થઈ રહ્યા છે… સરકાર કોઈ પણ કારણ આપી શકે છે અથવા કોઈ નિયમ કહી શકે છે, પરંતુ તે આપણા ગળા નીચે ઉતરશે નહીં. તમે આ બધું હળવાશથી લઈ રહ્યા છો કારણ કે તમારા પોતાના પરિવારમાંથી કોઈ પર હુમલો થયો નથી… આ તે બધા સુરક્ષા દળોનું અપમાન છે જેમણે આ રાષ્ટ્ર માટે પોતાનો જીવ ગુમાવ્યો છે… અમે ટેલિવિઝન ચેનલને આ મેચનું પ્રસારણ ન કરવાની અપીલ કરી છે…”