નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી

કોલકાતા: નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી કહે છે કે, “આપણા મુખ્યમંત્રીએ ગઈકાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે નેપાળમાં આપણે જે પરિસ્થિતિ જાેઈ છે, તેમાં આપણે હંમેશા ત્યાં શાંતિ ઇચ્છીએ છીએ. આપણે હંમેશા આપણા પડોશી દેશોમાં શાંતિ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. હવે, કારણ કે આ કેન્દ્ર સરકારનો વિષય છે, તેથી કેન્દ્ર સરકાર દેશના હિતમાં જે પણ ર્નિણય લેશે, પક્ષ અને આપણા મુખ્યમંત્રી તેને સમર્થન આપશે. તેથી આપણા દેશના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને જે પણ ર્નિણય લેવામાં આવશે, અમે તેનું સમર્થન કરીશું અને જ્યારે કોઈ પણ પડોશી દેશની વાત આવે ત્યારે અમે કોઈપણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે ખભે ખભો મિલાવીને લડીશું…”