અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી રહેશે મને આશા છે સંખ્યા વધશે : ઓમર અબ્દુલ્લા

અમરનાથ યાત્રા અંગે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે, “અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને મને આશા છે કે આ સંખ્યા વધશે. એક સમય હતો જ્યારે પહેલગામ હુમલા પછી, એવું લાગતું હતું કે ભાગ્યે જ કોઈ અમરનાથ યાત્રા માટે આવશે. પરંતુ અમે ૨.૫ લાખને સ્પર્શ કર્યો છે, અને જાે તે આવું જ રહેશે, તો આપણે સરળતાથી ૩ લાખ અને ૩.૫ લાખને પાર કરી જઈશું.”