વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી સોનલબેન પટેલના નિર્દેશ અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ પડેલ છે, ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે જેથી ઉપરોક્ત વોર્ડની સમસ્યાઓને લઈને વોર્ડમાં કાર્યક્રમો કરવા માટે જણાવવવામાં આવેલ જેના અનુસંધાને ઈન્ડીયા કોલોની વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્ડિયા કોલોની વોર્ડ માં આજ રોજ તા.૧૦/૦૭/૨૦૨૫ ના રોજ સ્થળ- અનિલ સ્ટાર્ચ મીલ ચાર રસ્તા,ઈન્ડીયા કોલોની રોડ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી કાર્યક્રમનુ આયોજન રાખવામાં આવેલ. જેમાં ઈન્ડીયા કોલોની વોર્ડ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.