ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે ૯ જુલાઈએ તૂટી પડ્યો, જેમાં ૭ વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે ૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાેકે, આ ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની પહેલી ઘટના નથી. છેલ્લાં પાંચ વર્ષમાં આવા ૧૭ જેટલા પુલ અને માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈ ચૂક્યા છે, જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા કરે છે, અને વિકાસના દાવાઓની પોલ ખોલે છે..