ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે. આ ડ્રેગન કેપ્સૂલ નિશ્ચિત સમયની તુલનાએ 20 મિનિટ વહેલાં જ ડૉક પહોંચ્યું છે. ડૉકિંગ પ્રક્રિયા શરૂ થઈ છે. 1-2 કલાક તપાસ થશે. જેમાં હવાનું પ્રેશર અને સ્થિરતાની ખાતરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રૂ ISS માં પ્રવેશ કરશે.