ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ૯ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા

ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી ૯૦ આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી છઠ્ઠી મેની મોડી રાત્રે પાકિસ્તાન અને ૯ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણા પર લશ્કર-એ-તૈયબા,જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે. જાે કે અ પહેલીવાર નથી કે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોય, આવા કિસ્સાઓ પહેલા પણ બન્યા છે….