વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં શુક્રવારે (બીજી મે) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૧૧૫૬ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચાલુ કાર્યક્રમમાં હરણી બોટકાંડની બે પીડિત મહિલાઓ મુખ્યમંત્રીને બૂમો પાડીને પોતાની રજૂઆત કરવા લાગી હતી. આ મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકો ગુમાવનાર પીડિતા હતી. આ પીડિતાઓએ મુખ્યમંત્રીને જાહેરમાં રજૂઆત કરવા લાગી, ત્યારે સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક તેમને બેસાડી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રોધિત થઈને તેમને ચોક્કસ એજન્ડા થકી આવી હોવાનું કહીને બેસી જવાનું કહ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવા વલણ સામે પોતાનો આક્રંદ વ્યક્ત કરતા પીડિતાએ કહ્યું કે, ‘શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે…‘
‘શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ?’ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હરણીકાંડ પીડિત મહિલાઓનું આક્રંદ
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
