બોસે કહ્યું, ‘મારી પત્નીએ હિંમત બતાવી મને ત્યાંથી લઈ ગઈ.’ અમે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા, પરંતુ તેમને નિરાશા મળી, ત્યાં કોઈ જવાબ મળ્યો નહીં.
બેંગલુરુથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બેંગલુરુમાં ભારતીય વાયુસેનાના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર આદિત્ય બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા સીવી રમણ નગર સ્થિત ડીઆરડીઓ કોલોનીથી કારમાં એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક લઈને આવેલા શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિંગ કમાંડરને ચહેરા અને માથા પર ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ બોઝે લોહીલુહાણ હાલતમાં વિડીયો શેર કરી સમગ્ર ઘટનાની માહિતી આપી છે.
ઘટનાની માહિતી આપતા વિડીયોમાં તેઓએ જણાવ્યું કે, અમે જઈ રહ્યા હતા ત્યારે મારી કારની પાછળથી બાઇક પર એક શખ્સ આવ્યો અને અમારી કાર રોકી અને કન્નડમાં ગાળો બોલવા લાગ્યો. આ દરમ્યાન તેણે મારી કાર પર DRDO સ્ટીકર જોયું, ત્યારે તેણે તમે DRDO ના છો તેમ કહી વધુ અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું, અને મારી પત્ની સાથે પણ દૂર્વ્યવહાર કર્યો, જે હું સહન કરી શક્યો નહીં. તેનો પ્રતિકાર કરવા કારમાંથી બહાર નીકળ્યો, ત્યારે તે શખ્સે તેમના તેના ચહેરા અને કપાળ પર ચાવી વડે માર માર્યો, જેના કારણે લોહી નીકળ્યું. ત્યારબાદ તેણે ફરીથી પથ્થર ફેંકીને હુમલો કર્યો, જે માથા પર વાગ્યો. બોસે કહ્યું, ‘મારી પત્નીએ હિંમત બતાવી મને ત્યાંથી લઈ ગઈ.’ અમે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા, પરંતુ તેમને નિરાશા મળી, ત્યાં કોઈ જવાબ મળ્યો નહીં.
અધિકારીએ કહ્યું કે…
કારમાં વીડિયો રેકોર્ડ કરતી વખતે, અધિકારીએ કહ્યું, ‘કર્ણાટક હવે આવું થઈ ગયું છે!’ હું આ સત્ય પર વિશ્વાસ કરી શકતો નથી. ભગવાન અમને મદદ કરે. ભગવાન મને બદલો ન લેવાની ધીરજ આપે. જો કાલે કાયદો અને વ્યવસ્થા આપણને મદદ નહીં કરે, તો હું બદલો લઈશ. તેમણે એમ પણ કહ્યું કે જો સિસ્ટમ તેમને ન્યાય નહીં આપે તો તેમને પણ જવાબ આપવાનો અધિકાર છે.
આ દરમિયાન, પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વાયુસેનાના અધિકારી પર હુમલો કેમ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. શું કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી થઈ હતી? પીડિત અધિકારીનું નિવેદન લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમની પત્ની સાથે વાત કરવામાં આવી છે અને ઘટનાના સંજોગો જાણવાના પ્રયાસો ચાલુ છે. આ આધારે, પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
દેશ માટે પોતાનો જીવ જોખમમાં નાખનારા સૈનિકો તેમજ અધિકારીઓ પોતાના દેશમાં સુરક્ષિત નથી, તો તે ચિંતાનો વિષય છે.