શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે આ હિંસામાં બાંગ્લાદેશી અરાજકતાવાદી તત્વો સામેલ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બહારના તત્વોને શરૂઆતમાં કેટલાક સ્થાનિક નેતાઓનો ટેકો પણ મળ્યો હતો.
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા જોવા મળી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં 3 લોકોના મોત થયા, જયારે સેંકડો લોકો ઘાયલ થયા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે ઘણા લોકોને પોતાનું ઘર છોડીને બીજે આશ્રય લેવાની ફરજ પડી છે. હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ પછી હિંસા પ્રભાવિત વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દરમિયાન, મુર્શિદાબાદ હિંસાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે.
ભારતીય તપાસ એજન્સીઓના સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ હિંસાનું પ્લાનિંગ લાંબા સમયથી કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા 3 મહિનાથી વિસ્તારના લોકો આ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે વિદેશથી ફંડિંગ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકાર હવે સતર્ક થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં સંકેત મળ્યો છે કે આ હિંસામાં બાંગ્લાદેશી અરાજકતાવાદી તત્વો સામેલ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં આ બહારના તત્વોને કેટલાક સ્થાનિક નેતાઓનો ટેકો મળ્યો હતો, પરંતુ બાદમાં પરિસ્થિતિ તેમના નિયંત્રણ બહાર ગઈ.
ગૃહ મંત્રાલયે હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ તેમજ બંગાળના અન્ય સંવેદનશીલ જિલ્લાઓ પર નજીકથી નજર રાખવાનો આદેશ આપ્યો છે. ગૃહ સચિવ ગોવિંદ મોહને શનિવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.
બીએસએફની તૈનાતી
પરિસ્થિતિને સંભાળવા માટે, કેન્દ્રએ મુર્શિદાબાદમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની 9 કંપનીઓ તૈનાત કરી છે, જેમાં 900 થી વધુ જવાનો છે. આમાંથી 300 સૈનિકો પહેલાથી જ જિલ્લામાં હાજર હતા, જ્યારે રાજ્ય સરકારની માંગ પર વધારાની કંપનીઓ મોકલવામાં આવી છે.
૧૫૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી
રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) એ જણાવ્યું હતું કે મુર્શિદાબાદમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ વાતાવરણ હજુ પણ તણાવપૂર્ણ છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીના જણાવ્યા અનુસાર, સ્થાનિક બીએસએફ સૈનિકોની મદદથી પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.