દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 10 એક્ઝિટ પોલ આવ્યા છે. જેમાં 8માં ભાજપને બહુમતી મળતી દેખાય છે અને 2 સીટ પર આમ આદમી પાર્ટી સરકાર બનાવે તેવુ અનુમાન છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે આજે (5 ફેબ્રુઆરીએ) મતદાન થયું. મતદાનનો સમય સાંજે 6 વાગ્યે પૂરો થયો ત્યા સુધી કુલ 57.70જ્ઞ મતદાન થયું છે. રાજધાનીની તમામ 70 બેઠકો માટે 699 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. આ તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયુ છે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે. પરંતુ તે પહેલા હવે એક્ઝિટ પોલ બહાર આવવા લાગ્યા છે. એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 10 એક્ઝિટ પોલ આવ્યા છે. જેમાં 8માં ભાજપને બહુમતી મળતી દેખાય છે અને 2 સીટ પર આમ આદમી પાર્ટી સરકાર બનાવે તેવુ અનુમાન છે. જો ભાજપને બહુમતી મળશે તો તે 27 વર્ષ પછી સત્તામાં પાછી આવશે. આ પહેલા ૧૯૯૩માં ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી હતી.
MATRIZE ના સર્વે મુજબ, દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે નજીકની સ્પર્ધા જોવા મળી રહી છે. પરંતુ ભાજપને આમાં થોડી લીડ દેખાઈ રહી છે. આ આંકડાઓ અનુસાર, AAP ને 32-37 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે BJP ને દિલ્હીમાં 35-40 બેઠકો સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે, કોંગ્રેસને પણ એક બેઠક મળતી જોવા મળી રહી છે.
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલમાં શું છે…
ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલમાં પણ ભાજપને લીડ મળતી જોવા મળી રહી છે. આ સર્વે મુજબ, દિલ્હીમાં AAPને 25-28 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 39-44 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસ 2-3 બેઠકો જીતી શકે છે.
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં પણ દિલ્હીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે અને ભાજપ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ પોલ મુજબ, AAP 18-25 બેઠકો જીતી શકે છે, જ્યારે ભાજપને 42-50 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 0-2 બેઠકો મળી શકે છે.
પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલમાં શું છે?
પીપલ્સ ઇનસાઇટના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં AAPને 25-29 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 40-44 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસનું પણ ખાતું ખુલતું દેખાય છે.
પીપલ્સ પ્લસના એક્ઝિટ પોલમાં શું છે?
પીપલ્સ પ્લસના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં AAPને 10-19 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 51-60 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસ ખાતુ પણ નહીં ખોલાવી શકે.
પી-માર્કના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં આપને 21-31 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 39-49 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે.
JVC પોલ્સના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39-45 બેઠકો મળી શકે છે, જ્યારે AAPને 22-31 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને પણ એક બેઠક મળી શકે છે.
ડીવી રિસર્ચના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં આપને 26-34 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 36-44 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસને 0 બેઠક મળી શકે છે.
વીપ્રિસાઈડના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં આપને 46-52 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 18-23 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસને 0 થી 1 બેઠક મળવાની શક્યતા છે.
માઈન્ડ બ્રિંકના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં આપને 44-49 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 21-25 બેઠકો મળી શકે છે. ત્યારે કોંગ્રેસને 0 થી 1 બેઠક મળવાની શક્યતા છે.