મહાકુંભ જવુ બન્યુ વધુ સરળ! અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતથી બસો શરૂ થશે, ૪ ફેબ્રુઆરીથી ૫ નવી બસ દોડશે

mahakumbhSTbus

મહાકુંભમાં જવા માટે હજી પણ રાહ જોઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. અત્યાર સુધી તો અમદાવાદથી જ ગુજરાત સરકાર અને એસ.ટી.ની વોલ્વો બસ સેવા તમને મહાકુંભની સફર કરાવતી હતી, પરંતુ લોકોની ડિમાન્ડ જોતાં હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો દોડશે. બસ કેવી રીતે મળશે, ક્યારે ઉપડશે, ટિકિટનો દર શું હશે, કેટલા દિવસ માટેનું પેકેજ હશે તે સમગ્ર માહીતિ જાણી લો.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઈટમાં ભારે ભીડ થતી હોય એ જોતાં ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માગ કરી હતી. જે એસટી વિભાગે સ્વીકારી છે અને હવે 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યનાં શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાની પવિત્ર ડૂબકી લગાવવા માટે આ સેવાનો વ્યાપ વધારવાનો નિર્ણય લીધો છે. ૪ ફેબ્રુઆરીથી ૫ નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1-1 બસ અને સુરતથી 2 બસ શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઈન બુકિંગ 2 ફેબ્રુઆરી, રવિવારના રોજ સાંજે 5 વાગ્યાથી ST નિગમની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે.

સુરત અને રાજકોટથી દોડતી બસો માટે પહેલી અને ત્રીજી રાત્રે બારન (એમપી બોર્ડર) ખાતે રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરાથી દોડતી બસોને પહેલી અને ત્રીજી રાત્રે શિવપુરી (મધ્યપ્રદેશ) માં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓએ પ્રયાગરાજમાં રહેવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.

શરૂ થનારી તમામ 5 નવી બસો માટે, મુસાફરોએ પ્રયાગરાજમાં તેમના રોકાણની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. અમદાવાદથી પ્રતિ વ્યક્તિ પેકેજ: રૂ. સુરતથી ૭૮૦૦, વડોદરાથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ અને રાજકોટથી ૮૮૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ નવી બસનું ઓનલાઈન બુકિંગ એસટી નિગમની વેબસાઇટ http://gsrtc.in પર કરી શકાય છે.