પંકજ જોશીએ ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ મોટો નિર્ણય
રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. આજે IAS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક સાથે 64 IAS અધિકારીઓના બદલી અને 64 IASને પ્રમોશન આપવામાં આવ્યુ છે. જે અંતર્ગતબંછાનિધિ પાનીની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.
અમદાવાદ મનપા કમિશનર એમ. થેન્નારસનની રમતગમત અને યુવા સાંસ્કૃતિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના કમિશનર બંછાનિધિ પાનીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે.
4 IASની બઢતીના આદેશ
ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.
એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે.
મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
બદલી કરવામાં આવેલ અધિકારીઓની યાદી
પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACL નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.સંપતની ખાણ ખનિજ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે. મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ સાથે અનુપમ આનંદને કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
9 જિલ્લાના કલેકટરો બદલાયા
જી.ટી.પંડ્યાની શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે બદલી
રાહુલ ગુપ્તાની ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે બદલી
સંદિપ સાંગલેની SAGના ડિરેક્ટર તરીકે બદલી
સુજીત કુમાર બન્યા અમદાવાદના નવા કલેક્ટર
વિશાલ ગુપ્તા AMCના ડેપ્યુટી કમિશનર બન્યા
કે.સી.સંપટને ઈન્ડ્રસ્ટીઝ અને માઈન વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો
આર.એમ.તન્ના દ્વારકાના કલેક્ટર બન્યા
એસ.કે.પ્રજાપતિ મહેસાણા કલેક્ટર બન્યા
કે.બી.ઠક્કર જામનગર કલેક્ટર બન્યા
અનિલ ધામેલિયા વડોદરાના કલેક્ટર બન્યા
લલિત નારાયણ સાબરકાંઠાના કલેકટર બન્યા
રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા
ગાર્ગી જૈન છોટા ઉદેપુરના કલેક્ટર બન્યા