મુંબઈના ગોરેગાંવ-પૂર્વમાં રહેજા બિલ્ડિંગ પાસે ખડકપાડા ફર્નિચર માર્કેટમાં આજે સવારે આગ લાગી હતી. આ આગમાં 50 ગોડાઉન બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. અચાનક લાગેલી આગમાં ફિલ્મ શૂટિંગના સાધનો બળીને ખાખ થઈ ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, શનિવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતના અહેવાલો અનુસાર, કોઈ જાનહાનિ થઈ નથી. આગ લગભગ 11:20 વાગ્યે લાગી હતી અને ઝડપથી ખડકપાડા માર્કેટમાં પાંચ ફર્નિચરની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ હોવાથી જમ્બો ટેન્કર અને વધારાના અગ્નિશામક સાધનો સાથે દસ પાણીના ટેન્કર હાલમાં સ્થળ પર છે. આગનું કારણ તપાસ હેઠળ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના મલાડ-પૂર્વના ખડગપાડામાં થઈ હતી. પોલીસે આસપાસની દુકાનો ખાલી કરાવી દીધી છે. ફાયરબ્રિગેડની 15 ગાડી આગ ઓલવવામાં લાગી છે. ઘટનાસ્થળે 5 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સાંકડી ગલીઓના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. કેમિકલ ફેક્ટરી, લાકડાં, રબર અને કપડાના ગોદામમાં આગ લાગી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ બુઝાવવામાં આવી રહી છે, લોકોને નજીકના ગોડાઉનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી જાણી આગ લાગવાનું કારણ શકાયું નથી. આગ શોર્ટસર્કિટના કારણે લાગી કે જાણીજોઈને લાગાવાઈ એ અંગે તપાસ ચાલી રહી છે. આગના કારણે થયેલા નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક વેપારીઓના મતે કરોડોનું નુકસાન થયું છે.