ગત 19 નવેમ્બરના રોજ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન સહિત આઠ લોકોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝનમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે શાહી જામા મસ્જિદમાં હરિહર મંદિર હતું.
ઉત્તર પ્રદેશની સંભલ શાહી જામા મસ્જિદ કેસનો સર્વે રિપોર્ટ સોમવારે એટલે કે આજે કોર્ટ કમિશ્નર રમેશ સિંહ રાઘવ દ્વારા કોર્ટમાં દાખલ કરવાનો હતો. પરંતુ આજે પ્રવેશ મળશે કે કેમ તે અંગે હજૂ સસ્પેન્સ છે. વાસ્તવમાં કોર્ટ કમિશનરની તબિયત સારી નથી અને રિપોર્ટ પણ હજુ પૂરો તૈયાર નથી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે કોર્ટ કમિશનર પોતાનો સર્વે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રજૂ કરે. કોર્ટ કમિશનર 29 નવેમ્બરે સર્વે રિપોર્ટ રજૂ કરવાના હતા, પરંતુ રિપોર્ટ તૈયાર ન હોવાથી તેમણે કોર્ટ પાસે દસ દિવસનો વધારાનો સમય માંગ્યો હતો. હવે સર્વે રિપોર્ટ સાથે તમામ ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સસ્પેન્સ વચ્ચે સંભલ પ્રશાસન સર્વે રિપોર્ટ ફાઈલ દાખલ કરવાને લઈને સતર્ક છે. સંભલ મસ્જિદના કેસને લઈને કોર્ટમાં આજે ચુસ્ત બંદોબસ્ત રહેશે.
ગત 19 નવેમ્બરના રોજ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન સહિત આઠ લોકોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સિનિયર ડિવિઝનમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે શાહી જામા મસ્જિદમાં હરિહર મંદિર હતું. તેજ દિવસે કોર્ટે કમિશનરની નિમણૂક કરી 29 નવેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ તે દિવસે સાંજે રમેશસિંહ રાઘવ હિન્દુ-મુસ્લિમ પક્ષના વકીલો સાથે સર્વે કરવા માટે આવ્યા હતા. સાંજ થઈ ગઈ હોવાથી સર્વે પૂર્ણ થઈ શક્યો ન હતો. ત્યારે કોર્ટ કમિશનરે કહ્યું હતું કે 24મી નવેમ્બરે ફરી સર્વે કરવામાં આવશે. 24 નવેમ્બરે પણ સંભલની જામા મસ્જિદનો સર્વે બંને પક્ષકારોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ સમય મસ્જિદની બહાર અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપી ઉપરાંત ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ગોળી વાગવાને કારણે અહીં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે સંભલ પોલીસે આ ગરબડમાં સામેલ ત્રણ મહિલાઓ સહિત લગભગ ત્રણ ડઝન લોકોની ધરપકડ કરી છે અને 400થી વધુ ઓળખ થઈ છે.