આયર્ન માઉન્ટેન કંપની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને તેમના નફામાંથી બચત કરીને મદદ કરે છે. આ સંસ્થા દ્વારા ખેડા જિલ્લાની અનેક શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેડા જીલ્લાની અનેક પ્રાથિક શાળાઓમાં આયર્ન માઉન્ટેન પ્રાઈવેટ લિમીટેડ કંપની દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કંપનીના આસિસ્ટટ મેનેજર વરુણ ગુપ્તા અને જમીર શૈખના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 50,000 રૂપિયાથી વધુની રકમની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતર તાલુકાના ઉંઢેલા ગામ, રતનપુર, અંત્રોલી, તેમજ કઠલાલ સહિતના ગામોમાં સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉંઢેલાની પ્રાથમિક શાળામાં ધોરણ 4 થી 7માં અભ્યાસ કરતા 175 ગરીબ પરિવારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દફ્તર, પુસ્તિકા, કંપાસ, બોલપેન, નોટબુકની શૈક્ષણિક કીટ ભેંટ આપવામાં આવી હતી. આ સાથે રતનપુર અને અંત્રોલી ગામની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને 195 કિટ આપી તેમજ કઠલાલની શાળામાં ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને 98 કિટ આપી હતી.

શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જરૂરિયાત મંદ બાળકો શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણમાં પાછળ ન રહે તેવા ઉમદા આશયથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સેવાભાવી દાતા સંસ્થા તરીકે માઉન્ટેન પ્રાઈવેટ લિમીટેડ કંપનીએ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું, જેમાં દફ્તર, સ્લેટ, સંચો, રબ્બર, પેન્સિલ, કંપાસ, ડ્રોઈંગ બુક, નોટબુક વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણને લઈને શાળાના આચાર્ય પિનાકીન પટેલ સાહેબે આયર્ન માઉન્ટેન કંપનીના દાતાઓને આવકાર્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.