કચ્છમાં કરોડો રૂપિયાનું કોકેઈન ઝડપાયું છે. ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ત્યારે ચેકીંગ દરમ્યાન એક કારમાંથી બોનેટ નીચે એર ફિલ્ટર નીચે સંતાડેલુ 147 કિગ્રા કોકોઈન ઝડપી પાડ્યુ હતુ.
છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં ડ્રગ્સ સહિત માદક પદાર્થોની હેરાફેરી વધી રહી છે. ત્યારે કચ્છ જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસ૨ કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ ક૨વા તથા ગેરકાયદેસ૨ માદક પદાર્થના કેસો શોધી કાઢવા માટે ચાલી રહેલા વાહન ચેકિંગ દરમ્યાન ભા૨ત હોટલ પાસે હરિયાણા પાસીંગ( HR-26-DP-9824)ની ઇકો સ્પોટ કાર શંકાસ્પદ જણાતા કારને અટકાવી તપાસ કરતા કારના બોનેટમાં આવેલા એર ફિલ્ટરના નીચેના ભાગે સંતાડેલુ 1.47 કિલોગ્રામ કોકેઇન ઝડપી પાડ્યુ હતું. જેની બજાર કિંમત રૂા.1.47 કરોડ થાય છે. આ સાથે પોલીસે પંજાબના દંપતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલ આરોપીઓનાં નામ અને વિગત
- હનિસિંગ બિન્દરસિંહગ શીખ (ઉ.વ. ૨૭) ૨હે. લહેરાદુર કોટ, તા.રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ (ડ્રાઈવર).
- સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉ.વ. ૨૫) ૨હે. વોર્ડ નંબ૨ ૪, રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ.
- જશપાલકોર ઉર્ફે સુમન વા/ઓ ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ (ઉ.વ ૨૯) ૨હે. ગામ પટીકાલા પીન્ડે મહેરાજ, તા.રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ.
- અર્શદીપકો૨ વા/ઓ સંદીપસિંગ શીખ ડો/ઓ ચરનાસિંગ (ઉ.વ ૨૧) ૨હે વોર્ડ નંબ૨ ૪, રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ.
ફરાર આરોપી
ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખ રહે. ગામ પટીકાલા પીન્ડે મહેરાજ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ.
ધરપકડ કરેલ આરોપીઓની પૂછપરછ કરતા એક મહિલા માલ મોકલનારની પત્ની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ કોકેઈન સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓ સામે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી પંચનામું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહની પુછપરછ કરવામાં આવતા આ કોકેઇન તેમના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંઘે મોકલાવ્યું હતું. કચ્છમાં કોને આપવાનુ હતું તે અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત
- કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા .૧,૪૭,૬૭૦૦૦ /-
- મોબાઈલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૮૦,૦૦૦/-
- ઈકો સ્પોટ કા૨ -૦૧ કિ.રૂ. ૫,00,000/-
- આધારકાર્ડ-૦૧ કિ.રૂ.00/00
- પાન કાર્ડ નંગ-૦૧ કિં.રૂ. 00/00
- કુલ કિ.રૂા.૧,૫૩,૪૭૦૦૦/-નો મુદ્દામાલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ ૨હે લહેરાદુર કોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ વાળા ઉપર લાકડીયા પો.સ્ટે. ખાતે ગુ.૨.નં-૧૧૯૯૩૦૧૧૨૧૦3૦૩/૨૦૨૧ આઈ.પી.સી કલમ-૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૩૦૭, ૩૨૩,૩૨૫, જી.પી.એકટ ૧૩૫ વિગેરે મુજબ ગુનો નોંધાયેલ છે.