અમેરિકાનાં અનેક રાજ્યોમાં દિવાળીની રજા જાહેર કરાઈ, ભારતીય સમુદાયના લોકો ધૂમધામથી દિવાળી ઉજવી શકશે

diwali-america

અમેરિકામાં પણ વ્હાઈટ હાઉસમાં દર વર્ષે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે

દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહી, વિદેશમાં વસતા ભારતીયો આ પર્વને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. અમેરિકામાં પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી થતી હોય છે. હવે તો દિવાળીના દિવસે અમેરિકામાં ક્રિસમસની જેમ જ જાહેર રજા ઘોષિત કરવાની માંગણી ઉઠી છે. અમેરિકાના સાસંદ ગ્રેસ મેંગે આ માંગણી કરી છે. તેમનુ કહેવુ છે કે, અમેરિકામાં હિન્દુ, સિખ, બૌધ્ધ, જૈન સહિતના ઘણા ધર્મના લોકો આ તહેવાર મનાવે છે ત્યારે દિવાળીની રજા જાહેર કરવામાં આવે તે જરુરી છે. ત્યારે આ બધા વચ્ચે અમેરિકામાં વસતા લાખો ભારતીય સમુદાય માટે દિવાળીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના અનેક રાજ્યોએ દિવાળીને જાહેર રજા તરીકે ઘોષિત કરી છે.

યુએસના રાજ્ય પેન્સિલવેનિયાએ તેમજ ન્યૂયોર્કે દિવાળીને જાહેર રજા તરીકે ઘોષિત કરી છે. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે “દિવાળી અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાન પર જ્ઞાન અને નિરાશા પર આશાનું પ્રતીક છે. પેન્સિલવેનિયા તેની વિવિધતાને કારણે વધુ મજબૂત છે “આજે અમે પરંપરાઓ અને સંસ્કૃતિઓનો આદર કરવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ જે આપણા રાજ્યને ગતિશીલ બનાવે છે.”

21 વર્ષથી વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી
વ્હાઇટ હાઉસમાં દર વર્ષે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં ધામધૂમથી દિવાળી મનાવે છે. વર્ષ 2003માં પ્રથમ વખત તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવવાની પરંપરા શરૂ કરી હતી.

યુએસના આ રાજ્યોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.

ન્યૂ જર્સીઃ ન્યૂ જર્સીમાં પણ દિવાળીની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક થાય છે. ન્યૂજર્સીએ પણ આ તહેવારની ઉજવણીને સત્તાવાર માન્યતા આપી છે.. આ સીમાચિહ્નરૂપ પગલું વિવિધતા, સર્વસમાવેશકતા અને સાંસ્કૃતિક વિનિમય માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે અન્ય લોકો માટે અનુસરવા માટેના માર્ગને પ્રકાશિત કરે છે.

ટેક્સાસઃ ટેક્સાસે રાજ્યવ્યાપી ઉજવણી સાથે પ્રકાશના તહેવારને નિહાળવા માટે દિવાળીને જાહેર રજા જાહેર કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પગલું રાજ્યના વિવિધ સમુદાયોનું સન્માન દર્શાવે છે, એકતા અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપે છે.

ન્યુયોર્કઃ ન્યૂયોર્કમાં પણ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરાયેલી છે. રાજ્યના વિવિધ સમુદાયો એકતા, સાંસ્કૃતિક વિનિમય અને આનંદને ઉત્તેજન આપતા, એમ્પાયર સ્ટેટને પ્રકાશિત કરતી વખતે આનંદની ઉજવણી કરવા માટે ભેગા થાય છે.

દિવાળીની વૈશ્વિક ઓળખ
યુનાઇટેડ સ્ટેટ્સ ઉપરાંત, ફિજી, મલેશિયા, મોરેશિયસ, નેપાળ, શ્રીલંકા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ત્રિનિદાદ અને ટોબેગો સહિત વિશ્વના વિવિધ દેશોમાં દિવાળીને જાહેર રજા તરીકે ઉજવવામાં આવે છે.