ડીસામાં ધોળા દિવસે રિવોલ્વર બતાવી આંગડિયા પેઢીનાં કર્મચારી પાસેથી 80 લાખ રૂપિયા લૂંટી આરોપી ફરાર

deesa-loot

બે શખ્સોએ આંગડિયા પેઢીનાં કર્મચારીને રોકી રુપયા ભરેલી બેગ લઈને થયા ફરાર

બનાસકાંઠાનાં ડીસામાં ધોળા દિવસે લાખો રૂપયાની લૂંટની ઘટના સામે આવી છે. ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે આંગડિયા પઢીનાં કર્મચારીને રિવોલ્વર બતાવીને 80 લાખથી વધુ રૂપિયાની લૂંટની થઈ હોવાનાં સમાચાર મળ્યા છે.

ડીસા શહેરમાં જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્ષની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં એમ.એચ આંગડિયા પેઢી આવેલી છે. આ આંગડિયા પેઢી ધરાવતા ટીનાભાઇ રાજપૂતનાં ઘરેથી તેમની પેઢીમાં કામ કરતો કર્મચારી નિકુલ પંચાલ 80 લાખથી વુધુ રુપયા ભરેલો થેલો લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. જ્યારે તે વાડીરોડ થઈને લાલચાલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેને રોકી રિવોલ્વર બતાવીને એક્ટિવામાં આગળ રાખેલો 80 લાખથી વધુ રુપયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.

આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા ડીસા શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી અને લૂંટારાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા તપાસના ભાગ રૂપે આંગડિયા પેઢીના સ્ટાફના માણસ નિકુલ પંચાલ તેમજ હરદીપ ઠાકોરની પણ ઉલટ પુછપરછ હાથ ધરી છે.