ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 10 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેશે. તેઓ 15-16 ઓક્ટોબરે ઈસ્લામાબાદમાં યોજાનારી SCOની બેઠકમાં ભાગ લેશે.
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીતની શક્યતાને નકારી કાઢી હતી, પરંતુ હવે તેઓ બેઠકમાં હાજરી આપશે.
નવી દિલ્હીઃ આ પહેલા વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે સુષ્મા સ્વરાજ ગયા હતા. 10 વર્ષ બાદ ભારતના કોઈ લીડર પાકિસ્તાનની મુલાકાત લેશે. એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી વણસેલા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી પાકિસ્તાન જશે. અહીં તેઓ SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક 15-16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાશે. 2014 પછી આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે.
- 2014 પછી પ્રથમ વખત કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે.
- SCOની બેઠક 15-16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાશે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે
SCOની બેઠક 15 થી 16 ઓક્ટોબર દરમિયાન પાકિસ્તાનમાં યોજાવાની છે. આ બે દિવસીય બેઠકમાં ચીન અને રશિયા જેવા દેશો પણ ભાગ લેશે. આ વાતની પુષ્ટિ કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરના બાકીના કાર્યક્રમની જાણકારી પછીથી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ભારત સિવાય ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશો સામેલ છે.
જયશંકર SCOની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ જાણકારી આપી. પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 29 ઓગસ્ટે બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે, ‘બેઠકમાં ભાગ લેવા માટે તમામ સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.